________________
બાબરને વંશજ, બાદશાહ હુમાયુ આજ ફરી હિંદની સરહદ પર પિતાની અજબ કિસ્મત લડાવી રહ્યો હતો. પંદર પંદર વર્ષનાં વહાણું વાઈ ગયાં–આજે કિસ્મત સાથે લડતાં!
વાહ રે કિરમત ! અજબ તારી કહાણી ! આ એ જ લાહેર છે, જ્યાં કમનસીબ બાદશાહ હુમાયુ આશ્રય માટે ઠેર ઠેર રખડતો ! પણ જ્યાં જતો ત્યાં લેકે એનાથી મેં સંતાડતા. કહેતાઃ “મહારાજ નાસી છૂટો ! શેરશાહનો કોઈ સિપાહી જેઈ ગયે તો અમને અને તમને બેને હાથીના પગ તળે કચડશે, કે તોપના મોઢે બાંધશે, શાહી આજ્ઞા તો સાંભળી છે ને ! શાહી મંજૂરી વગર કોઈએ પણ મોગલને આશ્રય ન આપવો ! નાનાં નાનાં રાજ્યોમાં ગયો તો ત્યાંના રાજાઓ તો ચોખ્ખું ચટ સંભળાવી દેતાઃ “મીરા સાહેબ, નાસે, તમારે દહાડો આથમી ગયે.”
બાદશાહ પોતાનું અપમાન માટે મને ખમી ખાતો ને ત્યાંથી આગળ વધતો. આખરે એનું કઈ ન દેખાયું એટલે એણે લાહારનો ત્યાગ કર્યો.
સિંધ ચાલે ! વાલિદ સાહેબ તૈમૂરશાહને જીતેલ એ દેશ છે. કંઈક મદદ મળશે. ”બાદશાહ પોતાના રસાલા સાથે એ તરફ ચાલ્યો. હુસેન અર્ધન નામને આદમી સિંધ પર સત્તા ચલાવતો હતો. રણકુશળ સરદાર તારદીબેગ ને બીજો મોટો કાફ સાથે હતો. દુઃખના દિવસે ને વિપત્તિની રાતો જેમ જેમ આવતી ગઈ તેમ તેમ પાનખર ઋતુમાં ઝાડ પરથી પાંદડાં ચાલ્યાં જાય તેમ સહુ ચાલ્યા જતા હતા.
છતાંય ન દુઃખ, ન ગ્લાનિ ! આ જ્યોતિષી બાદશાહ રાતની રાત આકાશના તારા ગણવામાં ને જ્યોતિષના અભ્યાસમાં કાઢી નાખતો. દુઃખમય એ હસતો ને બોલી ઊઠતોઃ “પથ્થર પર લકીર ૩૧૨ : પંદર વર્ષને વનવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org