________________
પંદર વર્ષનો વનવાસી
ભાગ્યની શી અજબ રચના ! રે કિસ્મત, શી તારી બલિહારી! રાયના રંકને રંકને રાય કરતાં તેને કેટલી વાર ! આજે છત્રચામરથી શોભતા શહેનશાહને કાલ ગલી ગલીએ ભટકતો ભિખારી બનાવતાં તને શી લાજ! અને સંસાર ! તું તો પરણનારનાં ગીત ગાવાના સ્વભાવવાળો ! ચાલતી ગાડીએ બેસનારો ! નમતા પલ્લાને જ નમનારો !
લાહોરના રણમેદાન પર અફઘાન અને મેગલે વચ્ચે ચકમક ઝર્યાના સમાચાર ઠેર ઠેર પ્રસરી રહ્યા હતા. વર્ષોથી હિંદુસ્થાનમાં મોગલ નહેતા. વીર નગર શેરશાહની કિલ્લેબંધીમાં મોગલ તો શું, એ દેશનું પંખીડું પણ પ્રવેશ પામી શકતું નહીં, કારણ કે એ તો મેંગલોને મહાકાળ હતો ! પણ આ નવા સમાચારે એક ભુલાયેલી યાદ જગાડી હતી; વર્ષો પહેલાંના ભુલાયેલા એક આદમીનું નામ સહુની જબાન પર રમતું હતું.
અપ્રતિરથ વિજેતા જંઘીસખાન, યુદ્ધ દેવતાના અવતાર તૈમૂરશાહ (લંગ) ને મોગલકુલ કેસરી બાદશાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org