________________
કલાપ જે જોશે એ પોતાને ભૂલી જશે, ને મારી તરફ દેડી આવશે. કમળદંડ શા આ હસ્ત પર રહેલાં કેયૂર ને કંકણનું ઝણઝણાટ ભલભલાને ભુલાવી દેશે. સહુ આ ઝગારા મારતા સૌંદર્ય માટે મરી ફીટવા તૈયાર થશે. એ વેળા જે બળિયો હશે એ બે ભાગ લઈ જશે. ચિંતામણિ વિલાસમૂર્તિ છે, વૈભવસ્વરૂપિણું છે, એશ્વર્યશાલિની છે. એની ભિક્ષાનું પાત્ર માત્ર ચક્રવર્તી રાજા જ ભરી શકે. ચિંતામણિને હૃદયેશ્વરી બનાવનારની પાસે એને સંતોષવા ખજાને જોઈ એ, એને તૃપ્ત કરવા શાહી મહેલ ને શાહી વિરામગૃહે જોઈએ. એ ન થઈ શકે, તો પછી આગ્રાના સૌદર્ય બજારની અધીશ્વરી ચિંતામણિ ભલે અહીં જ રહી.'
ચિંતામણિ, હું તને મારી હદયની મલિકા બનાવીશ.”
“ ચિંતામણિને હૃદયેશ્વરી બનાવવા કોણ નથી ઈચ્છતું ? પણ એમ કરીને નિરર્થક વિપદમાં ફસાશો નહીં. ચિંતામણિના તો અનેક ઉમેદવાર છે. અરે મારા ખાનસાહેબ ! ચિંતામણિને હૃદયેશ્વરી બનાવવા બહાદુરખાન કલિંજરની લડાઈમાં શહીદ થયે. છે એટલી તાકાત, હિંમત ને હોશ ! ચિંતામણિના આ નાગપાશ સમા કેશકલાપને ગૂંથવા માટે તો કેટલાય શ્રીમંતો ફકીર થવા તૈયાર છે. અરે, મારા સૌદર્યના દર્શન માટે તો વર્ષોથી કેટલાય પિતા પુત્રને કે સુતદારને તજીને મારા પડછાયા પાછળ ભમે છે. અહેનિશ તેઓ મારી પૂજા. ધ્યાન ને સ્મરણ કરે છે. રાજાને એક કૃપાકટાક્ષ ને ચિંતામણિને એક નેત્રકટાક્ષ સરખા મૂલ્યના છે.”
ક્રીડાગૃહમાં હીંડોળાખાટ પર બેઠેલી ચિંતામણિ પાળેલા ગૃહમયૂરનાં પીંછાંને પંપાળતી હતી, ને એની વૈદૂર્યમાળા જેવી લાંબી ગ્રીવાને પોતાની પદ્મના મૃણાલ જેવી ડોકની આસપાસ નાખી રહી હતી. સામે જ ઠંડા પાણીને હેજ ઇત્રભર્યા જલથી છલકાતો હતો ને કમળરજથી મહેકતો હતો. ચિંતામણિની કમર પર ને નિતંબ પર
૩૦૦ : નાયિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org