________________
એક ઘેરા લીલા રંગનું સોનેરી ટપકીઓવાળું વસ્ત્ર કાવ્યની સુંદર પંક્તિ જેવું શોભતું હતું. ઘૂંટણ સુધીના પગ ને બંને લાંબા મુલાયમ ગૌર હાથ તદ્દન ખુલ્લા હતા. પરિચારિકા એના કેશકલાપને હમણું જ છૂટો કરી ગઈ હતી.
કામદેવના બાગ સમી ચિંતામણિ આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈને મળતી, કારણ કે એવી અવસ્થામાં એના લાવણ્યને પીનારો બેહેશ બની જતો. છતાંય કઈ કોઈના નસીબમાં આવી મુલાકાતોના મહાભાગ્ય જાગી ઊઠતાં. સલીમશાહનો સાળા, સિપેહસાલાર મુબારિઝખાન આ મહાભાગ્યને પામ્યો હતો.
છતાંય જેનારા કહેતા કે આ ચિંતામણિ પહેલાંની ચિંતામણિ નહતી. થોડા વખતથી એના કપાળ પર એક પટ્ટી બંધાયેલી રહેતી. કાઈ જખમથી એ પીડાતી હતી, પણ કપાળ પરની પટ્ટી એના લાવણ્યમાં એક અજબ ખુમારીનો વધારો કરતી હતી. આ ઉપરાંત વારંવાર બેચેન થઈ જતી ચિંતામણિને લાગતું કે એના અંગમાં કોઈ ભયંકર કળતર થતું હતું. કોઈ અપૂર્વ દાહ એને બાળતો ને એ પિતાના કામદેવની કામઠી જેવા નાનાશા હોઠ પીસતી. આશકે કહેતા કે આ તો સૌંદર્યનું ઝરણું ફૂટવું. વગર કટારે અમને કલ કર્યા. પણું ચિંતામણિની સ્થિતિ જુદી હતી. એનું અંગેઅંગ આછી આછી વેદનામાં જલતું, આલસ્ય દેહ પર છવાઈ રહેતું, ને એ અંગમરોડ લેતી, ઊને શ્વાસ નાખતી અને સૌંદર્ય–બજારમાં કામશાસ્ત્રનાં પ્રકરણેમાં એક નવા સ્ત્રીલાવણ્યની રચના થતી.
હેજનાં પાણી છલકાતાં હતાં. મયૂરને બાજુએ મૂકી ચિંતામણિ સ્નાન કરવા આગળ વધી. વિરામાસન પર બેઠેલ મુબારિઝખાન ઊભું થયી. તો મલિકા મારે રાજા થવું જ જોઈએ ?”
નાયિકા : ૩૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org