________________
તૃષા ! રાતના તારલિયા ઝબૂકી ઊઠે તે પહેલાં તેઓ મુબારિઝખાનની ટુકડીને પહોંચી વળ્યા. મુબારિઝ ભવિષ્યનાં સોનેરી સ્વપ્નોમાં મશગૂલ પડ્યો પડ્યો બે ઈરાની સુંદરીઓના લાવણ્યને ચૂંથી રહ્યો હતો. ખડખડાટ હાસ્ય ને શરાબના જામના ઝણકારથી શાહી તંબૂ ગાજી ઊઠળ્યો હતો. સલીમશાહને આવતાં હજી બે દિવસ લાગે એ એની કલ્પના હતી, ને હેમરાજનું આગમન એણે સ્વપનમાં પણ કયું નહતું. અને એ બે દિવસમાં તો પોતે પાદશાહી હાંસલ કરશે. કાળી ટીપકીઓવાળું એક માત્ર નામ પૂરતું વસ્ત્ર ઓઢીને ફરતી આ સુંદરીઓ મુબારિઝને સૌદર્યના કેફમાં બેહોશ બનાવી રહી હતી. શરાબના નશામાં મસ્ત બનેલાં આ લયલા મજનૂ તંબૂમાં એકબીજાને પકડવાની સંતાકૂકડી રમતાં હતાં.
મુબારિઝખાન ક્યાં છે?” તંબૂની બહાર કેઈ ને અવાજ સંભળાયો. અવાજમાં સત્તાવાહીપણું હતું. પહેરેગીર મશાલ લઈને આગળ આવ્યો. એ કંઈ પૂછે તે પહેલાં જવાબ આવ્યો.
મુબારિઝ જન્નતમાં છે. દરોની સાથે મિજલસમાં છે. અત્યારે એ ખુદાને પણ નહીં મળી શકે. શરાબના નશામાં ચકચૂર મુબારિઝે અંદરથી ઊંચે સાદે જવાબ વાળ્યો.
ખાનસાહેબ તકલીફ નહીં લઈ શકે તો અમે લઈશું.” અને પહેરેગીર કંઈ સવાલ–જવાબ કરે તે પહેલાં આગંતુક અંદર પ્રવેશ્યો. એણે સાદા સૈનિકનાં વસ્ત્રો પહેર્યા હતાં, છતાંય તેનું તેજ છૂપું રહી શકતું નહોતું. ખપ પૂરતાં હથિયાર એની પાસે હતાં જ, પણ એની મુખમુદ્રા એટલી કરડી હતી કે શસ્ત્રથી વધુ કામ તો એ મુખમુદ્રા કરતી. વૃષ્ટ સુંદરીઓ આ પુરૂષની પ્રતિભાથી એકદમ ઝંખવાણું પડી ગઈ મુબારિઝખાનના હાથમાંથી મહામહેનતે પોતાની જાતને છોડાવતી, પોતાની નગ્ન કાયાને જેમતેમ ઢાંકતી એ બહાર નીકળી ગઈ કઈ મંત્રવેત્તાની જેમ આવનાર પુરુષની નજર કેવળ મુબારિઝખાન
યુદ્ધદેવતા : ૨૮
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org