________________
પર જ નેધાયેલી હતી.
શું જોઈએ છે, એ બૂતે કાફિર ? લે, આ શરાબ લે! તું પણું પી ને જન્નતની મજા લે !' મુબારિઝખાને હાથમાંનું બિલેરી કાચનું પ્યાલું આવનાર પર જોરથી ફેક્તાં કહ્યું.
આગંતુકે ચપળતાથી એ શરાબના પ્યાલાને ઝીલી લીધો ને આગળ વધતાં કહ્યું: “ ખાનસાહેબ, એ પ્યાલાની મારે જરૂર નથી. મારે તો ખુદ સિપેહસાલાર મુક્ઝિખાનની જરૂર છે.”
સિપેહસાલાર નહીં, શહેનશાહ આલમ કહે.” શરાબની મસ્તી જામી હતી.
“શહેનશાહ આલમ ! આપ જલદી બહાર પધારો. આપની ખાસ જરૂર છે. સલીમશાહ તથા તમામ સેના આપની રાહ જોતી પડી છે.” આવનાર પાસે જઈને ખાનનું કાંડું પકડયું, અને બેસી રહેવા ઈચ્છતા ખાનને હળવેથી ખેંચે.
મારે બહાર નથી આવવું. ખાનને નશો કંઈક ધીમે પડતો હતો. એના મોટા કાંડા પર કોઈ સાપ જાણે ભરડે લેતે હતો.
આવવું પડશે, ખાનસાહેબ!' આવનાર ઠંડી તાકાતથી વાત કરતો હતો.
છેડી દે! મને હુકમ કરનાર તું કોણ?” ખાને કમર પર રહેલી કાર પર હાથ મૂક્યો.
આપનો નાચીજ બંદો! એ લોઢું બતાવવું છોડી દે. સંઘરી રાખે, ખાનસાહેબ ! એ તો કેક વેળા મરથી મારવાના કામમાં આવશે. ઊઠે ! ચાલે!” ને હાથની પકડ મજબૂત બની. વાતવાતમાં કમર પરની કટાર ખેંચાઈ ગઈ. ખાનબહાદુરનું કાંડું જાણે કે ઈ મગરને જડબામાં ફસાયું હતું. મુબારિઝ સમજી ગયો કે આ બળિયા પાસે બળ વાપરવામાં સાર નથી. એનું કડું લોઢાની ૨૮૬ઃ યુદ્ધદેવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org