________________
પ્રચંડ ભુજા એની ગરદન આસપાસ નાખી દે, એક વાર 25 એને તારી બનાવી લે, પછી જોઈ લે કે આપણે લયલા-મજનૂ નથી; એ પ્રચંડ તાકાતનાં ભેગાં મળેલાં સ્વરૂપ છીએ.' અશ્વની પીઠ પર ફરતી એની ચંપકકળીએ જેવી આંગળીએ શેરખાંની આંગળીએ ને અડી ગઈ. એ સ્પર્શમાં વીજળી હતી. સિપાહીબચ્ચા ક્ષણવાર એની કંપારી અનુભવી રહ્યો ! સુંદરીએ આગળ ચલાવ્યું :
ચાલ્યેા આવ મારી પાછળ! મારા ચુનારગઢ તારી વિજયપતાકા ફરકાવવા તૈયાર ઊભે છે. મારા વિશ્વાસુ સરદારા તારી કદમએસી કરવા તૈયાર છે. લશ્કર તેા તારા લલકારાની રાહ જુએ છે.. એક વાર લાડુ મલિકાના હૃદયસિંહાસન પર ચઢી જા. પછી રાજસિંહાસન પર ચઢતાં વાર નહી લાગે.’
મારાં ખ્વાબ મેટાં છે.'
.
<
• ભલે મેટાં હાય. એ ખ્વાબની પૂજારણ બનીને તે આવી છું. આ નાચીજ મલિકા તારી છાયા બનશે. તને ધીખતી રેતીમાં છાંયડે કરશે. જલતા રજ્જુના મેદાનમાં એ મીઠી વીરડી ખનશે. તારી અનંત તૃષાને મુઝાવશે. કાળી કપટમય રાત્રીઓમાં તું નિરાંતે ઊંધજે, હું જાગતી પહેરે। ભરીશ. તું થાકીશ ત્યારે ગાણાં ગાઈશ. તું લડીશ ત્યારે શસ્ત્ર તેજ કરી આપીશ.' સુંદરીનેા ભરાવદાર સીને ઊંચે થયા હતા. તારુણ્યની તણાઈ રહેલી અસ્પષ્ટ રેખાએ સ્પષ્ટ બની હતી.
• મલિકા ! ઈરાન તેા વિએની માતૃભૂમિ છે. અને હું જાણુ" હું કે ઈરાની સ્ત્રી સ્વયં કવિતારૂપ છે. એના ચેપ તેા નથી લાગ્યા ને? તું જાણે છે, આજે જ–મગરેબની નમાજ વેળાએ–મે આખી હિંદની ધરતીને જીતવાના શપથ લીધા છે, મેાગલ માત્રને હાંકી કાઢી એક સલ્તનત સ્થાપવાના કસમ ખાધા છે. એ ન અને તેા શેરાની જિંદગીના કઈ અર્થ નહી! આજની ઘડી ઇન્કલાબની છે. મારે ચક્રવર્તી બનવું છે, મલિકા ! ’
Jain Education International
ચક્રવતી તુ" રત્ન : ૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org