________________
બનાવવાને. બાદશાહ બનાવીને એની પ્યારી બેગમ બનવાનો એક માત્ર નિખાલસ ઇરાદો.” શબ્દોમાં આતશ હતો, અવાજમાં વ્યાકુળતા હતી. ખુશરોજની મખમલી પીઠ પર ફરી રહેલી, નજીક આવવા મથતી છતાંય દૂર દૂર રહેતી, બંનેની આંગળીઓ જાણે એક નૃત્ય સરજી રહી હતી.
બાદશાહની બેગમ બનવાને ઈરાદે? ખૂબસૂરત મલિકા ! ઈરાની કહેવત છે કે સ્ત્રીના વાળ લાંબા હોય છે, પણ બુદ્ધિ ટૂંકી હોય છે. એક મર્દ ઓરતને પ્રેમ કરે, એક ઓરત મર્દને ચાહેઃ એટલામાત્રથી બાદશાહી સાંપડતી નથી. તું, ઈશ્કના કવિઓ જેને બાદશાહી કહે છે એની વાત તો નથી કરતી ને ? બાકી તો મુલકની બાદશાહી માટે તો જોઈએ વજ જેવા કિલ્લાઓ, વાલામુખી જેવાં લશ્કરે, ધનદેલતથી છલોછલ ખજાને, શાણ વછરા ને કુશળ ભરોસાદાર સેનાપતિઓ !”
બધુંય હાજર છે, જુવાન સિપાહી ! દુનિયાના રાહ વિચિત્ર છે. એક ઓરત, જેને ખુદાએ દાલત આપી છે, જોઈએ એટલી સત્તા આપી છે, દીવાના બનાવી શકાય તેટલી ખૂબસૂરતી આપી છે; એ જ્યારે એકલવાયા, એકાકી ને નિરાધાર જુવાનની પાછળ – જે જુવાનની પાસે કેડ પર લટકતી તલવાર સિવાય વિશેષ તાત નથી, ને શરીર પરનાં ઘરેણું સિવાય વધુ ખજાનો નથી : એની પાછળ પાછળ ચાલી આવે- ન્યોછાવર થવા તૈયાર થાય, એ પણ કોઈ સામાન્ય બીના નથી; કોઈ મહાન ખુદાઈ આદેશ જ છે.”
“મહમ્મતભરી મલિકા ! લયલા અને મજનૂને એ જમાને ગયો. એનું નાટક ભજવવા ચાહતી હે તે એટલી પણ નિરાંત આ શેરખાંના નસીબમાં નથી. આજે તે તીર, તલવાર ને તાત–
તીર, તલવાર ને તાકત ! અરે ! એ ત્રણે લઈને તારા પ્રેમની ભિખારણ બની લાડુ મલિકા અહીં આવી છે. એક વાર હા કહે, તારી ૧૨ : ચક્રવતીનું રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org