________________
એની રાજશેતરંજમાં ઓરતને કદી સ્થાન નથી.”
આજ નવી શેતરંજ બિછાણું છે. બહાદુર સિપાહી, એક ઓરતે એમાં જગા મેળવવાને મક્કમ નિર્ણય કર્યો છે. જરા નજીક તો આવ ! એક વાર ટેસ્ટ અને દુશ્મનને તે પિછાણ!”
શેરખાં ચૂપચાપ ઊભો રહ્યો; એ ન આગળ વળે કે ન પાછળ હઠયો. એને આજને મનસંતાપ ભારે હતો. જિંદગીને બેજ જાણે એને કચરી નાખવા માગતો હતો. એ બેજ આજે જમુનારાણીની ગોદમાં બેસીને ઓછો કરવો હતો. એમાં વળી આ નવું તોફાન? અને તે પણ એક નાજુક સ્ત્રી લઈને આવી! વાધના પંજા સાથે પંજો મિલાવતાં એને ડર ન લાગે, શરાની સમશેર સામે સમશેરના ઘા કરતાં એને ભય ન લાગે, પણ એક સુંદરી, એક ઓરત એને માટે મુસીબતનો વિષય હતી.
અને મીઠી મુસીબત બનીને આવેલી પેલી સુંદરી પાસે ને પાસે સરકતી આવતી હતી. એકબીજાના શ્વાસ સ્પશે તેટલાં નજીક તેઓ આવી ગયાં.
હજીય ન પિછાણું ?” કેણ લાડુ મલિકા?”
હા, મારા બાદશાહ,” આવનાર સુંદરીએ એકદમ નજીક જઈને કટાક્ષ સાથે કહ્યું.
કેણુ બાદશાહ ? હું ?” ને શેરખાં જોરથી હસ્યો. વધુ ને વધુ નજીક આવી રહેલા એ મીઠા સ્પર્શ—સુખને ખાળતાં કંઈક ઉદાસીનતાથી એણે કહ્યું: “પણ મલિકા, તું તો ચુનારગઢ જેવા પ્રસિદ્ધ ગઢની મલિકા છે. શેરખાં તો ભેળે સિપાહી છે. એને ભરમાવવામાં તારો ઇરાદે ?”
ઇરાદો? ઇરાદો ફક્ત એક. દિલના પ્યારાને એક વાર બાદશાહ
ચક્રવર્તીનું રત્ન ઃ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org