________________
કાશ્મીરી સાલમાં લપેટાયેલે એ દેહ ધીરે ધીરે ખુલ્લો થતા જતો હતો! જેવો રમણીય ચહેરે હતા, એવો જ ઘાટીલો દેહ હતો. મેદાનનો પવન એની પાસેથી ઈત્રની સુગંધી લઈ આવી વાતાવરણને મઘમઘાવી રહ્યો હતો.
સરૂના ઝાડ જેવી એની સુંદર ઊંચી કાયા હતા. કાશ્મીરી કે ઈરાની સ્ત્રીનું સૂતું સૌંદર્ય એના દેહ પર ઝળકી રહ્યું હતું. એણે અંગ પર કીમતી મખમલની ઈજાર ને મછલીપટ્ટનની કુલભૂટાવાળી સોનેરી છીંટનું કુરતું પહેર્યું હતું. માથા પર આકાશની રંગબેરંગી વાદળી શું સપ્તરંગી ઓઢણું ઊડતું હતું. એ ઓઢણ નીચે લાંબો રેશમ જેવો કેશકલાપ એના પગને ચૂમતો શેષનાગની છટાથી પડવો હતા. કેશકલાપના છેડે મોતીને સુંદર ગુચ્છો ગૂંથેલે હતો, ગૌર મુખ પર કાળા સુરમાથી અંજાયેલ અણિયાળી આંખે ને જાડી પાંપણો કાતિલ કટાર જેવી અસર કરતી હતી. નાના સુંદર ચિબુક પર નાને શે વાદળી જખમ હતો ને મોટા લાલ ભાલ પર કવિઓને ભરવાનું મન થાય તેવી છુંદણુની ભાત હતી.
આવી ઠંડી રાતે અભિસાર કરવા નીકળેલી એ કાઈ અભિસારિકા હતી, કે સ્વૈરવિહાર કરવા નીકળેલી કેઈ અધીર યૌવના હતી ? એનું યૌવન છકી જતું હતું. લીંબુની ફાડ જેવી આંખમાં જાણે શરાબના હજારો શીશાઓની મસ્તી છલકાતી હતી. હીર ને સોનેરી ઝીકથી ભરેલી છીંટના કુરતામાંથી દેખાતી ગૌરવણ આંગળીઓ ચંપકકળીઓનું ભાન કરાવતી હતી.
ઓરત !' શેરખાં આ સૌંદર્યરાશિને જોઈ એટલું જ બોલી શક્યો ને લાંબો નિશ્વાસ નાખ્યો. એણે બંદૂક નીચે નમાવી ને ખુશરોજની લગામ છોડી દઈ એની પીઠ પંપાળવા લાગ્યો. “હા આરત, પિછાણી?” સામેથી મધુર અવાજ આવ્યો.
ઓરતોને પિછાણવાનું શું કામ? શેરખાં સિપાહીબો છે. ૧૦ : ચક્રવતીનું રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org