________________
આંધાની એક તાર્તાર સ્ત્રી વારે ઘડીએ પેલા ગુલામને કઈ પ્રશ્ન કરી રહી હતી. નૌકા ધડીમાં વેગ કરતી, ધડીમાં શાંતિથી સરતી આગળ વધી રહી હતી. અચાનક હલેસાં બંધ થયાં, એ ગુલામે પાણીમાં કૂદી પડયા ને મેટા વાંસની મદદથી તેને ધકેલવા લાગ્યા. નૌકા કિનારા તરફ લાંગરવા આવતી હતી.
સિપાહીજીવનના સતત અભ્યાસી શેરખાંએ તરત નક્કી કરી લીધું કે રાજકાજ માટે વપરાતી નૌકા જેવી આ નૌકા નહતી, છતાં સદા સાવધપણામાં ઇતબાર ધરાવતી સિપાહીગીરીના નિયમ મુજબ એ પાછા હઠચો. પાસે જ પ્રિય અશ્વ ખુશરાજ ઊભા હતા. એક હાથે એની લગામ પકડી, ખીજે હાથે એણે પેાતાની બંદૂકને ઊંચી કરી.
નૌકા તા નિરાંતે કિનારાની ભેખડને ભેટી રહી હતી. પાણીમાં પડેલા ગુલામે નીચે ઊતરી શકાય તે માટે આગળ આવીને કિનારા ની જમીન ઠીક કરતા હતા. ઘેાડી વારે નૌકામાંથી કાઈ ઊતર્યું. એણે નખથી તે શિખ સુધી કાશ્મીરી શાલ ઓઢી હતી. ઊતરીને એ વ્યક્તિ સીધી શેરખાં ભણી વળી. એને પાનીપત જેવા ભય કર સ્થળની, નિન વેરાન રાત્રિની, વાધ જેવા સામે ઊભેલા કાળદૂત જેવા નવજુવાનની કે છાતી સામે તેાળાઈ રહેલી યમ જેવી કાળમુખી બંદૂકની પરવાહ જ નહોતી.
ખબરદાર ! દાસ્ત કે દુશ્મન ? ’ શેરખાંએ મેટા અવાજે કહ્યુ.. ‘ દાસ્ત ! ’પ્રત્યુત્તરમાં મીઠે ઘટડી જેવો રણકા આવ્યા. શેરખાંએ ઝીણી અખિ જોયુ' તેા કાશ્મીરી શાલમાંથી એક રમણીય ચહેરા ડાક્રિયાં કરી રહ્યો હતા.
"
આરત અને તે આટલી રાતે? અને આવે ઠેકાણે ? કાઈ જલપરી તેા ભૂલી નહીં પડી હાય! કાઈ સુદર શાહજાદી રસ્તા તે ચૂકી નહીં હોય! સિપાહીબચ્ચા કઈ નિય કરી ન શકયો.
ચક્રવતીનુ રત્ન : હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org