________________
Jain Education International
ચક્રવર્તીનું રત્ન ૨
સૌંદર્ય ભરી પ્રિયતમાની ભ્રકુટિ શો ચંદ્ર આકાશ
માં ઊચા તે ઊંચા ચઢતા જતા હતા. એના આ પ્રકાશ શિશિર ઋતુના ઝાંખા અંતરપટને ભેદી પૃથ્વી, પાણી તે પવન પર પથરાઈ રહ્યો હતા. દૂરથી સરી આવતી નૌકા હવે સ્પષ્ટ નીરખી શકાય તેટલી નજીક આવી હતી.
એ નાનીશી સુંદર વિહારનૌકા હતી. છ મજબૂત ગુલામે એને હલેસાં મારી રહ્યા હતા. આ નૌકાને આગળના ભાગ મયૂરાકાર હતા. ગાઢા વાદળી રંગની એની ડેાક હતી; અને એ ડાક પર સોનેરી છાંટણાં હતાં. સ્ફટિકની બનાવેલી એની ચાંચ પર મેાટી એવી ચિત્રવિચિત્ર કલગી હતી. આ કલગીમાં રહેલુ બસરાનું મેાતી કૂવાસ્ત ંભ પરના નૌકાદીપના પ્રકાશ પામીને આકાશના એકાદ સિતારાનું ભાન કરાવતું હતું.
નૌકાના અગ્ર ભાગ પર એક સશસ્ત્ર કદાવર ગુલામ એઠેલા હતા, તે નૌકાના અગ્ર ખંડમાંથી અશક્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org