________________
મલિકા ધીરી ધીરી ધ્રૂજી રહી હતી. જુવાન શેરખાં સ્વસ્થ હતા. સુંદરી સહકાર શે!ધી રહી હતી. વેલી વૃક્ષને વીંટાય એમ એ શેરખાંને ધીરેથી વીટાઈ રહી હતી.
· પ્યારા જુવાન, હવે વધુ વાતે પેલી નૌકામાં જઈ કરીશું. મારા ગુલામ ખુશરાજને લઈને આપણને આગળ આવી મળશે.’
.
• ખુશરાજ ? મલિકા, એ તે। મારુ ચક્રવર્તીનું રત્ન છે. હિંદની શહેનશાહતનું સ્વપ્ન એની પીઠ પર રચ્યું છે. તુ જાણે છે કે આજે મારા જાતભાઈ એકબીજાનું ગળું રહેસતાં લેશ પણ અચકાતા નથી. એવફાઈ, ખૂન, આંસુ અને જહેમતની દુનિયામાં એ મારે જોડીદાર છે.'
હુ" જાણું છું. એ ચક્રવર્તીનુ એક રત્ન છે, તેા હુ` બીજું રત્ન છું. હિંદુ શાસ્ત્રોમાં સ્ત્રીરત્નને પણ ખાસ મહત્ત્વનું લેખ્યુ છે, એ મારાથી કાં અજાણ્યું છે ? '
શેરખાં નિરુત્તર બન્યા; નિરુત્તર બનીને આ ચપળ સ્ત્રીને વશ થયા. કેટલાય દિવસે થયા એ ચુનારગઢની આ ચંચળ રાણીના જ મહેમાન હતેા, પણ એને ખબર નહાતી કે મહેમાની ને મિજબાની વચ્ચેથી મહાબ્બતના કાઈ એક છૂપેા તાર તેને એક સૂત્રે ગૂંથી રહ્યો હતા.
જેવા પાતે ઉચ્ચ ખ્યાલાતાના પૂજારી હતેા, તેવી જ આ મલિકા હતી, અને એ માટે કેટલાય દિવસેાથી પેાતે વિધવા બનવા છતાં, અનેક રૂપસુંદર ને શેરબહાદુરની માગણીએ આવવા છતાં, કાઈને ખાવિંદ તરીકે પસંદ કર્યાં નહોતા.
અચાનક દરબદર ભટકતા જુવાન શેરખાં એને મહેમાન અન્યા–પરવાનાને શમા લાધી ગઈ. એણે એની મેટી આંખામાં આદર્શની એક દુનિયા ઊલટતી જોઈ. દીન ઇમાનના પાકા આ જુવાનને એણે સુરાકટારીથી અસ્પશ્ય નિહાળ્યેા, સુંદરીઓનાં નાજનખરાંથી અલગ નીરખ્યા. એ સ્વયં બિસ્મિલ બની ગઈ.
૧૪ : ચક્રવતી ' રત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org