________________
ઉમરાને પક્ષ નાના શાહજાદા જલાલખાનને ગાદી આપવા માગતો હતો. બંને પક્ષ પોતપોતાની રીતે સાચા હતા. વારતવિક રીતે જોતાં જલાલખાન બાહોશ, બાપના જેવો ન્યાયપ્રેમી ને શરીર હતો. આદિલ ખાન આવી પડેલ ફરજ ખાતર જ લડનારે, પણ સ્વભાવે ખુદાની બંદગીમાં વધુ મસ્ત રહેનારો હતો ! એને દુન્યવી ઠાઠમાઠ ક ભપકાની લેશમાત્ર ખેવના નહોતી. શેરશાહની શરવીરતા ને ધર્મપ્રિયતાના નમૂના જેવા આ બંને પુત્રો સહુને પ્રિય હતા, છતાં જલાલખાનને ગાદી આપવાના મતમાં વધુ ને વધુ ઉમરાવો મળતા જતા હતા.
જલાલખાનને આ વાતની માહિતી આપવામાં આવી પણ એણે મોટા ભાઈના મનની ઈચ્છા જાણ્યા સિવાય તત સ્વીકારવા ના પાડી. હાથમાં તરબી લઈને આવેલા આદિલખાને મીઠાશથી ભાઈને કહ્યું:
જલાલ, મારી મરજી ખુદાની બંદગી કરવાની છે. તલવાર અને તબી, એ બેમાંથી મેં તસ્બી પસંદ કરી છે. વળી પિતાજીની ગેરહાજરીને લાભ લેવા કદાચ મેગલે હિંમત કરે, તો તે વેળા તારી જરૂર પડશે. મેગલ બાદશાહ બાબરની ચડાઈઓને તે પિતાજી સાથે જ અનુભવ લીધો છે.”
હું આપના કદમમાં જ છું. આપ ગાદી શોભાવો. જરૂર પડે હુકમ કરજે તો આ શમશેર તૈયાર જ છે,” જલાલખાને પોતાની નમ્રતા બતાવી.
જલાલ, અફઘાન કેમની બુલંદીનું અધૂરું સ્વમ પૂરું કરવાની મારી તાકાત નથી. સાચી તાકાત તો આ અમીર-ઉમરાવે છે; પણ એ તાતને ઉપયોગ કરી શકે તેવું મારું દિલ પણ નથી. જલાલ, પિતાજીએ તો પોતાની પાછળ પોતાના વંશજો ન ઝઘડે તે માટે મને તાજ પહેરાવવાનું કહ્યું, પણ હું ખુશીથી મારે હક છોડું છું. અફઘાન શહેનશાહી રોજ-બ-રોજ તપતી રહે એ જ મારી ખ્વાહિશ છે.” ૨૫૮ : દીવા પાછળનું અંધારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org