________________
પો
દીવા પાછળનું અંધારું
૨૩
* સહસરામના ઉદ્યાનમહેલમાં, બુલબુલ ને કોકિલાના સોદિત ગાન વચ્ચે, ગુલશનનાં ગુલના અભુત પમરાટ વચ્ચે, મહેલ ફરતી જળપરીધાની તરંગાવલિઓ વચ્ચે શહેનશાહનો દેહ કબ્રસ્તાનની શાંતિને પામે, એ પહેલાં શાહના પુત્રોમાં, અમીર-ઉમ રાવવર્ગમાં અશાન્તિની એક ચિનગારી જલી ઊઠી. દીપક બુઝાતાંની સાથે જ એની નીચે છુપાઈ બેઠેલું રાતનું અંધારું બહાર ધસી આવ્યું.
શેરના સામ્રાજ્યને માલિક કણ બને ? આ પ્રને મતભેદનું મોટું જાળું ઊભું કર્યું. શેરના એક શબ્દ પાછળ જાન ન્યોછાવર કરનાર સેનાપતિઓ, સિપેહસાલારો, અમીર ઉમરાવોમાં કે જાણે ક્યાંથી મતભિન્નતા ભભૂકી ઊઠી. અનંત પુષ્પોની માળા જાણે એક દેર ખેંચાઈ જતાં ભિન્ન ભિન્ન દેખાવા લાગી.
- સિપેહસાલાર ખવાસ ખાન શેરશાહની અંતિમ ઈચ્છા મુજબ વડા શાહજાદા આદિલ ખાનને તાજ પહેરાવવા ઇચ્છતા હતા.
૨૫૭
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org