________________
તે આપ કયું પદ શોભાવશે ?”
એક પણ નહિ ! શહેનશાહત માટે કે શહેનશાહ માટે ખુદા પાસે દુઆ માગવાનું કામ હું સ્વીકારીશ. રાજપૂતાનામાં બિયાનાની જાગીરમાં સાંઈઓલિયાઓના સહવાસમાં હું મારી જિંદગી ખતમ કરવા ઈચ્છું છું.”
આ દરબાર આદિલશાહની વર્તણૂક પર આફરીને પોકારવા લાગ્યો. સિપહાલાર ખવાસ ખાનની મોટી આંખમાં આંસુ ઊભરાતી આવ્યાં. તાજ માટે ભાઈભાઈની કતલ કરનાર, બાપ બેટાની કતલ કરનાર સિંહાસનના વારસદારો ક્યાં ને જ્યાં આ સમ્રાટ શેરશાહના વારસદાર ! કેટલી મહેમ્બત, કેટલી ચાહના, કેટલી દિલદિલાવરી ! સેનાપતિ ખવાસખાને પોતાની સમશેર મ્યાન બહાર કરી ભરતકે અડાડી આદિલશાહને પગે મૂકી.
મારા શહેનશાહ, જરૂર પડે ત્યારે આ બંદાને યાદ ફરમાવજે! આ તલવાર ને તલવારનો માલિક બંને આપનાં જ છે.”
બહાદુર આદમી, ખુદાના આદમીએ તલવારના બદલે તરબી પર ભરોસે રાખવો વધુ સારે. તલવાર પર ભરોસો રાખનાર ઘણી વાર પિતાની જાત પર પણ ભરોસો રાખી શકતો નથી. તખ્ત અને તાજ માણસને ગુમરાહ બનાવે છે, માટે હંમેશાં અલાહની મરજીને આધીન રહેજે !”
કલિંજરના બુરજે જલાલખાનની તાજપોશીની ખુશીમાં દીપકથી ઝળહળી ઊઠયા. શાહી તોપે નવા શહેનશાહના સન્માનમાં ગરવ કરવા લાગી. એક તરફથી દબદબાભર્યો શહેનશાહને જનાજે સહસરામ તરફ રવાના થયો; બીજી તરફ તાજપોશીને સમારંભ શરૂ થયો. સિંહાસન તે સદા સુહાગી મનાયું છે. એને સ્વામી જોઈએ, જોઈએ ને જોઈ એ જ !
દવા પાછળનું અંધારું ઃ ૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org