________________
“ હકીમજી, દરેક ઇચ્છા ને દરેક બીના મનુષ્યના હાથની વાત નથી. એક સિપાહી જિંદગીભર મર્દ બની રહ્યો. એક મર્દ સિપાહી તરીકે વર્યો. અદલ ઈન્સાફમાં પુત્રને કે પિતાને, હિંદુ કે મુસલમાનને નાત-જાત, ભેદાદ કંઈ ન લખ્યાં; સહુને એકસરખા માન્યા છે. હવે આજ ખુદાને બીજું કંઈ મંજૂર હોય તો હું એક મર્દ સિપાહી તરીકે એ માટે તૈયાર છું. મત એક દહાડે સહુના નસીબમાં છે, પછી મોતથી ડર શાને ?'
પાસે બેઠેલા દરબારીઓની આંખમાં આંસુ ઊભરાતાં હતાં.
“તમે બધા રડે છે ? તમારી ઈચ્છા ખુદાની મરજીની ખિલાફ છે? સાચા મુસલમાનની જિંદગી ને મેત ખુદાને હાથ હેય છે. એના માટે આંસુ કે ગામ નિરર્થક છે. બહાદુરો, શેરશાહે સદા માઁથી હાથ મિલાવ્યો છે. સાંભળે. મારી પાછળ આદિલને ગાદીએ બેસાડજે. જરૂર પડે તો ઝવેરી હેમરાજને મળજે; એ મારો વફાદાર સ્ત છે. કામ પડે મારું નામ આપજે. મને સાસારામના મારા મકબરામાં દફન.”
મારે બાદશાહ, હવે વધુ ન બોલશો. આ દિલ ફાટી જશે તો પછી સાંધનારું કાઈ નહિ મળે !'
મર્દ બાદશાહે આસમાન તરફ આંગળી ઊંચી કરીને ઇશારે કર્યો. દર્દ વધતું જતું હતું, એ એના મુખ પરના ભાવોમાંથી જણાઈ આવતું હતું.
હકીમજી, દર્દ વધતું જાય છે. શું હજી ફતેહ હાંસલ થઈ નથી? મારા અનામત લશ્કરને હલે કરવાનું કહી દે ! રાત પડે તે મશાલનો બંદોબસ્ત રાખજે, પણ લડાઈ ન થોભે. મારે ફતેહ જોઈને જવું છે. યા ખુદા, પરવરદિગાર ! ભાઈઓ, જલદી કરો! સુરજ આથમતો જતો લાગે છે!” ૨૫૪ : શેર ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org