________________
“જહાંપનાહ, કિલ્લાના દરવાજાને હાથીઓ ભટકાઈ રહ્યા છે. આખે કુલિંજર બળીને સ્મશાન થતો ચાલે છે.'
બપિર નમતા હતા. બાદશાહ પાસે બેઠેલા દરબારીઓને પોતાની સાથે ઘવાયેલાઓની શુશ્રુષા ને મરેલાના દફનની વ્યવસ્થા કરવા સૂચના આપી રહ્યો હતો.
ખવાસખાન ને શાહજાદાઓ સલામત છે. શું આગ્રાનો બહાદુરખાન ગયે ? અરે, એના નિશાનમાં જ ભૂલ થઈ. એક સળગતો હુક્કો એના હાથમાંથી છટકી ગયે ને અમે હલામાં મશગૂલ હતા. હશે, ખુદાને જે મંજુર હતું તે થયું.' ને બાદશાહ જાણે પોતાના ભવિષ્યને પારખી ગયા હોય તેમ શાતિ ધારણ કરતો બધી હકીકત કહેતો હતો. ખુદાના પાક નામને એણે જાપ શરૂ કર્યો હતો. વધી. રહેલી વેદના અને પિતાના ભવિષ્યનું સૂચન કરી રહી હતી.
હકીમજી, તમારો મરહમ નકામે છે; ખુદાઈ મરહમ વિના હવે આ દર્દ નહીં મટે !” બાદશાહ મહામહેનતે હસવાનો પ્રયત્ન કરતો હતો, પણ દર્દની કાળી લાહ્ય એને બેચેન બનાવી રહી હતી. જલી ગયેલા હેઠ પરનું હાસ્ય ભયંકર હતું.
કિલ્લો સર થયો ?” બાદશાહે ફરી ઇંતેજારીથી પ્રશ્ન કર્યો. ને કંઈક સ્વરથતા બતાવવા નિષ્ફળ યત્ન કર્યો.
હા, માલિક, દરવાજા તૂટવા લાગે છે. લશ્કરો અંદર ઘૂરયા છે. છેલ્લી હાથે હાથની સફાઈ ચાલે છે.”
રજપૂતો સાથે સાવધાનીથી કામ લેવાનું છે. કાં તો રજપૂતાઈને જેર કરી નાખો યા તો તમારી બના; એ બે સિવાય આપણા માટે ત્રીજો માર્ગ નથી. હકીમ, મારા શરા સરદારોને કદાચ હું ન મળી શકું તો...”
શા માટે ન મળી શકે, મારા શિરતાજ !” હકીમે આશ્વાસન દેવા પ્રયત્ન કર્યો.
શેર ગયે : ર૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org