________________
એ દેખાતો હતો. એ મહામહેનતે પગલાં ભરતો હતો, ને તૂટી પડવાની છેલ્લી ક્ષણને અજોડ નૈતિક હિંમતથી દૂર દૂર હડસેલી રહ્યો હતો. એ હિંદનો પ્યારે બાદશાહ શેરશાહ હતો, એને આખો દેહ કાળી શાહી જે બની ગયો હતો. માથાના વાળ બળી ગયા હતા. શરીરના કેટલાય ભાગમાં માંસના લોચા બહાર આવીને લબડી રહ્યા હતા. આંગળાં ખરી ગયાં હતાં, ને કદરૂપ બનેલા ચહેરામાં ઝંખવાયેલી આંખો એને શહેનશાહ તરીકે ઓળખાવતી હતી.
હિંદુ અને મુસલમાન, તુર્ક ને પઠાણ સૈનિકે પોતાના પ્યારા બાદશાહની આ કસણ હાલત ન નીરખી શકયા. તેઓ નાઉમેદ બનતા ચાલ્યા. હલ્લો બંધ કરવાની મસલતો થવા લાગી. પણ બળેલાઝળેલા શેરે ફરી ત્રાડ દીધીઃ
“ખબરદાર, હલે થંભાવશો મા ! ગણતરીના કલાકમાં કિલ્લાનાં દ્વાર ઊઘડવાં જ જોઈએ. મને કંઈ થયું નથી. બહાદુરે, આગળ વધે ! આજનો બદલો તમારી પ્યાસી શમશેરથી ચુકાવો !”
બાદશાહે પોતાની તલવાર ટેકવી ઊભા રહેવા યત્ન કર્યો, પણ વ્યર્થ ગ. શેરની સાથે બાખડનાર વીર નર, માઇલના માઇલે પગપાળા દોડનાર વીર પુરુષ ફસકી ગયેલી ગાંસડીની જેમ નીચે પડયો. પણ હલ્લો શરૂ થઈ ગયો. સિપાહીઓમાં પોતાના પ્યારા બાદશાહની દુર્દશાએ વેરની ભયંકર વાલા પેટાવી હતી, શાહી હકીમ નીચા મએ ઉપચાર કરી રહ્યો હતો, પણ દર્દ વધતું જતું હતું, છતાં મેંમાંથી વેદનાનો એક ઉચ્ચાર બહાર પડતો નહતો. કરવતથી અંગ વહેરાતાં હોય, જીવતું માનવી મૂંજાતું હોય એટલી કારમી વેદના થતી હતી; પણ વારે વારે હોઠ દાબીને એ વેદનાની પ્યાલીઓ શેરશાહ પી રહ્યો હતો. મર્દાનગીને અવતાર બનેલ બાદશાહ ઘડીએ ઘડીએ એક જ પ્રશ્ન કરતો : , “કિલ્લો ફતેહ થયો?” ૨પર શેર ગયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org