________________
મારી કલા એક વાર ભલે તું પણ નજરોનજર જોઈ લે, પણ પછી...”
અધૂરા શબ્દો તોડતાં ચિંતામણિએ કહ્યું :
પછી હું તમારી, મારા ખાન !' અને એણે છાતી પર મુકાવેલે હાથ અળગો કર્યો. રાત્રિ ઓગળતી હતી. ખાનબહાદુર ન છૂટકે જવા રવાના થયા. કર્તવ્યપાલનને દેવતા એમને હાકલ દે ન હોત તો સંસારની કઈ ધનદોલતની લાલચે આ નાનું શું સ્વર્ગ છોડવા એ રાજી ન થાત !
ચિંતામણિએ શેષ રાત્રિ એમ ને એમ વિતાવી. એ ઘડીમાં વિચારમાં પડી જતી, ઘડીમાં જાણે ફરીથી આ ઘરમાં આવવાનું જ નથી, એમ સમજી પાળેલાં મેનાપોપટને રમાડી લેતી, ફુવારાની જ પેલી માછલીઓને ઉઠાડી ખેલાવી લેતી.
શી ખબર આ રૂપરૂપના અંબાર દેહમાં વિધાતાએ કેવું દિલ મૂકયું હશે ! ઊંડા સાગરની અચળ માછલી જેવું, ન કળાય તેવું, ન હાથ લાધે તેવું ! ચિંતામણિના આગ્રાના આગમનને ઇતિહાસ જેમ રહસ્યભર્યો હતો, એમ એનું દિલ પણ રહસ્યભર્યું હતું. કોઈને સરિતા જેવી સહજપ્રાપ્ય લાગતી, કોઈને એ હિમાલયના ઉત્તુંગ શિખર જેવી દુષ્કાય લાગતી, કોઈને સાગર જેવા ઊંડા મનવાળી લાગતી તો કોઈને વાદળીના જેવી ચંચળ ભાસતી. છતાંય સહુ કહેતા કે એના જીવનઈતિહાસમાં હજારે એને નમ્યા હતા; એણે હજી કેઈને નમતું આપ્યું નહોતું. ને આ જ કારણે નિરાશા પામેલા વિદ્વાન સ્ત્રીચરિત્રની અગમ્યતાને વર્ણવતા હતા.
સંસાર ગમે તે કહે, ચિંતામણિ મકમ રીતે પોતાના કોઈ અકળ પણ નિશ્ચિત રાહ પર જઈ રહી હતી. હજી પરોઢને પ્રકાશ પીગળતો હતો, ત્યાં એના દ્વાર પર એક અસવાર ઘોડા સાથે આવીને ઊભો રહ્યો !
ચિંતામણિ : ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org