________________
તો એવા શમશેરબહાદુરો પર મરી પડીએ છીએ. શાસ્ત્રો કહે છે કે યોદ્ધાઓનાં યુદ્ધ જેવા સ્વર્ગની અસરાઓ આવે છે; એ અપ્સરાઓ તે અમે ! અમને તો એવા નરવીરાના ભુજ પાશમાં કચડાવાનું ખૂબ ખૂબ ગમે ! હું તમારી એ કળા નજરે નીરખવા ચાહું છું.”
ચિંતામણિ પાસે પડેલા એક ફૂલના ગજરાને પોતાના સોનેરી ગાલ સાથે ઘસી રહી હતી. ગમે તેવા પુરુષની પ્રતિજ્ઞાને ચળાવે એવી એ સ્ત્રી હતી.
સમરાંગણમાં સ્ત્રી કેમ આવી શકે? ચિંતામણિ!તું શહેનશાહ શેરશાહને ઓળખે છે ?
“વારી જાઉં એ મારા શાહ પર સુંદરીના બદલે સતનતને એ શોખીન છે; નહિ તો ન જાણે કેટલી અસરાઓ એને વરવા મરી પડતી હેત ! અને ખાનબહાદુર, દુનિયામાં સાહસ વિના કોઈ વસ્તુ મળતી નથી. યુદ્ધમાં પુરુષ હોય તો કંઈ હરક્ત
પુરુષ હોય તો શી હરકત ? પણ ચિંતામણિ, તું કઈ પુરુષ છે?” શમશેરબહાદુર મૂઝાતો હતો. એણે જિંદગીમાં આજે પહેલી જ વાર આવી અજબ ઓરત દેખી હતી.
હા હા..' ને ચિંતામણિ મસ્તક પરથી ઉત્તરીય સરકાવતી ખંડમાં ચાલી ગઈ. એના પગની લાલ પાની સાથે સ્પર્શતે કેશકલાપ અજબ જાદુ વેરી રહ્યો હતો. આવી સ્ત્રીને વશ કરવી-પ્રિયતમા બનાવવી–એ ખાનબહાદુરને મન સમરાંગણ જીતવાથીય અધિક કામ લાગ્યું.
આવું છું, મારા ખાનસાહેબ? તકલીફ માફ !”
ને ખંડને મખમલી પડદો ઊંચો કરતી ચિંતામણિ બહાર આવી. અરે આ તે ચિંતામણિ કે કેાઈ બીજું ! એણે મરદાના લેબાસ ધારણ કર્યો હતો. મોટો પહેળો પાયજામે, ઢીલું મોટું બદન ને માથે
ચિંતામણિ : ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org