________________
તો કઈ રંગ નથી, ને પૈવતને રંગ મારા અંબોડામાં મૂકેલ પીળા પુપનો રંગ છે. રાગ અને રાગિણી સ્વયં મને જ ક૯પી લે !
કઈ દિવ્ય તત્ત્વની બની હેય એવી ચિંતામણિ નાની શી ફૂલવાદળીની જેમ આમતેમ ફરતી, ને એમ લાગતું કે પૃથ્વીને રૂપરાશિ અહીં ઊભરાઈ રહ્યો છે. ઉંમર તો હજી ઊગતી જ હતી, પણું જાણે પ્રતિભાની જીવંત મૂર્તિ હતી. એના કમળદંડ જેવા હસ્ત સહેજ હલનચલન કરતા ને જાણે નવનવી સમસ્યાઓ રચાતી. આગ્રાના સૌંદર્યબજારનાં મૂલ ચિંતામણિના આવ્યા પછી અનેકગણું વધી ગયાં હતાં. હજાર પંડિત, મુલ્લાઓ, વેદપાઠી સ્વર્ગની પરી કે જન્નતની દૂરનું વર્ણન કરતા પહેલાં એક વાર આ સજીવ અપ્સરાને જોવા જરૂર આવતા. કામશાસ્ત્રના રચયિતાઓ દિવસ સુધી આ ગલીઓની ધૂળ ફાકતા ફરતા, ત્યારે કોક વખત સ્વયં રતિનો અવતાર ચિંતામણિ એમની ચિંતા દૂર કરતી. ખાનબહાદુરે દેશદેશ જોઈ નાખ્યા હતા, પણ ચિંતામણિ જેવી પરી ક્યાંય નીરખી નહતી.
ચિંતામણિ! આ સુંદર રાત તો જો! બાગનાં નરગીસ ને ગુલાબ તો જો! સંગેમરમરના હેજમાં તરતાં પેલા સારસ ને સારસી તો જે ! આ બધું જોઈ સમજીને એક વાર તો મારે સ્વીકાર કર !”
“તમારે સ્વીકાર ? અમીર સાહેબ, ચિંતામણિ દ્રવ્યથી ખરીદાતી હેય એમ માનતા હે તે તમારી ભૂલ છે. મારી કલા તમે નીરખી. મેં તમને વશ કર્યા. હવે તમારો વારો. તમારે મને વશ કરવી ઘટે. સ્ત્રીને વશ કરવા માટે પુરુષે પિતાની કલા પણ દેખાડવી જોઈએ.”
મારી કલા ? સુંદરી, મારી કળા તો શમશેર છે ને સમરાંગણ વિના તે કેવી રીતે દેખાડી શકાય?”
શમશેરની કલા, જગતની અદ્દભુત કલા છે. અમે સુંદરીઓ ૨૪ર : ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org