________________
તોરણે ને જુદાં જુદાં પુના ઠાઠ કરવામાં આવ્યા હતા. મંદિરોમાં, મજિદોમાં, મહેલોમાં ને ઝુંપડીઓમાં બધે એકસરખો આનંદ પ્રવર્તતો હતો.
અફઘાન યુવાનોનાં જૂથનાં જૂથ સુંદર સુંદર વસ્ત્રો ધારણ કરીને નાચતાં નાચતાં ચાલ્યાં આવતાં હતાં. ગોખે ને ઝરૂખે ચડેલી નગરનારીઓ કેસર, કસ્તૂરી ને અંબરથી મિશ્રિત ગુલાબજળનો છંટકાવ કરતી હતી. દિશાઓ મઘમઘી ઊઠી હતી.
કાશીથી આણેલાં કુંકુમ પગલે પગલે ઢોળાતાં હતાં. કાશ્મીરમાં કેશર ને મલયગિરિની ચંદનશલાકાઓના કાળાં ભરરંગ જમાવતાં હતા. રજતધોળાં કપૂર, હીનાનાં પમરાટભર્યાં પુષ્પો, ગુલશન, ગુલ, ઈશ્ક ને સંગીતના સરાદોથી જાણે આ દુનિયા મદહોશ બની ગઈ હતી. ગુલાબજળ ને અત્તરના છંટકાવને તો જાણે અષાઢી મેઘ વરસતો હતો.
જરીકામવાળી ઝળહળતી ઝૂલથી સુશોભિત, સુવર્ણશૃંખલાથી શોભાયમાન મોટી અંબાડીઓ સાથે ગજસેના ચાલતી આવતી હતી. એની પાછળ રણુશરા યોદ્ધાઓથી શોભતી અશ્વસેના ચાલી આવતી હતી. પાયદળની પલટણે, અફઘાન સેનાઓ, બકસરિયા બંદૂચીઓ ધરતી ધ્રુજાવતા ચાલતા હતા.'
અમીરે, ઉમરાવો, કારીગરો, શિલ્પીઓ, સાહિત્યકારે, ઝવેરીઓ, વેપારીઓ ને નૃત્ય કરનારી સુંદર રમણુઓને જાણે પ્રવાહ વહી નીકળ્યો હતો. ચંચળ ઘોડા પર બેઠેલા, આગળ પાછળ હજુરિયાઓથી શોભતા, સુગધી પાનનાં બીડાં ચાવતા શાહસોદાગરો નજરને બાંધી લે એવા ઠાઠમાઠથી આવતા હતા. સુંદર રત્નજડિત પાલખીએમાં છટભરી રીતે બેઠેલા ઉમરાવ જ્યારે સુગંધી પાંદડાના પંખાથી હવા ખાતા, ને મયૂરપીંછના વીંજણથી માખો ઉડાડતા ને પડખે રૂપાની પીકદાનીઓમાં તાંબૂલની પિચકારી મારતા, ત્યારે
રાજા ભેજની યાદ : ૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org