________________
ભૂતકાળના મહાન વૈભવની ઝાંખી થઈ આવતી. એમની આગળ ને પાછળ દેશદેશથી આવેલા પ્રચંડકાય ગુલામો ચાલતા હતા.
શાહી દરબારના સમયની જાહેરાત કરતી તોપો ગડગડાટ કરતી કૂટતી હતી. સાંઈ–સંન્યાસીઓ, ફકીર–બાવાઓ રસ્તે રસ્તે દુહાઈ એ દેતા ફરતા હતા. ઉમરા બંને તરફ અદબથી ખડા રહી ગયા હતા. છડીદારોએ નેકી પોકારવી શરૂ કરી હતી, ને ચાબદાર પિતાની ચતુરાઈનું માપ ચકાસી રહ્યા હતા.
પુરાતન ગૌડનગર આજે ફરી એક વાર જુવાનીના સૌદર્યથી જાગી ઊઠયું હતું. એનું સુવર્ણ સિંહાસન ને અમૂલખ છત્ર (છત્રી) ફરીથી સનાથ બન્યાં હતાં. શાહી નજરાણુની જાણે રેલ ચાલી હતી. પવનવેગી અરબી તોખાર, મદઝરતા માતંગો, કાશ્મીરી લાલ, પાઘડી, જામ, રેશમી જરિયન દુપટ્ટા, બુટ્ટાદાર લપેટાના તાકા,સેના-રૂપાની ચોકડીઓવાળા મશરૂના ગંજ, જવાહરમંડિત સમશેરે, સુંદર કીમતી ઢાલ, પાણીદાર રત્ન, માણેક, હીરા, પરવાળાં, ઈરાની ગાલીચાઓ, સોના-રૂપાનાં ઢોળ ચડાવેલાં રણશિંગડાં, રૂપાના ઢાલ, ગુલાબજળથી ભરેલા શીશાઓ, અત્તરની શીશીઓ, મીનાકામ ને જડાવકામનાં વાસણો નજડિત કલમદાન, હાથીદાંત, અબનૂસ, અરઅર, છીપ, બિલેરને ને મીનાકારી વસ્તુઓને પહાડ ખડકાયો હતો.
શાહી મહેલ હકડેઠઠ ભરાયો હતો. થોડીવારે શાહજાદાએ આવ્યા. સેનાપતિ ખવાસ ખાન આવ્યા. દિલ્હીને પેલે અજબ ઝવેરી આવ્યું.
સહુથી છેલ્લે સિંહની છટાથી ચાલતો આજના આ નાટકને સૂત્રધાર શેરશાહ આવ્ય, વાજિંત્રો ખૂબ જોરથી વાગવા લાગ્યાં. તોએ પણ ગરવ કરી મૂક્યો. છડીદારો અને બંદીજનેએ ગળાં વહેતાં મૂક્યાં. સલામી માટે સહુના હાથ ઊંચા ને મસ્તક નીચા થયાં. મુખ પર એક સુંદર સ્મિત સાથે શેરશાહે સિંહાસન પર સ્થાન લીધું, ને બધું શાંત થઈ ગયું.
૧૬૨ : રાજા ભોજની યાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org