________________
મેગલ સામ્રાજ્યના ચમકતા સિતારાઓ ! તમારા ચહેરા પર ઉદાસી કેમ પથરાયેલી છે? જાણી લે કે તમારો આ બાદશાહ મોતના મુખમાંથી પાછો ફર્યો છે. મોત મળ્યું હોત તો – અલ્લાહને જિંદગી મંજૂર ન હોત તો – મને એક લિસ્તીને હાથે એણે બચાવ્યા ન હેત ! અલ્લાહને મારી જિંદગી મંજૂર હતી. એણે મને બચાવ્યા. ને બચાવ્યો તો સમજવું જોઈએ કે અલ્લાહે કંઈ કામયાબી માટે બચાવ્યો છે. થવાનું બધું તેની મરજી પર છે, ચકલીને બાજ બનાવવાની ને બાજને ચકલી બનાવવાની કિમત એના હાથમાં છે. એની હિકમત સામે થનારા હું ને તમે કોણ? રાણા સંગના પ્રચંડ લશ્કરની સામે બાદશાહ બાબરના સૈન્યની શી વિસાત હતી ? ગણ તરીની દષ્ટિએ મેગલેની હાર નક્કી હતી. પણ અલ્લાહની મરજી બીજી હોય ત્યાં શું ? એટલે મોગલોને નસીબે ફતેહ મળી. માટે દુખ, રંજ, ગમ, શોક, હાર, છત બધું એકમાત્ર અલ્લાહની મરજી પર છેડી એક તમન્નાથી કામ કરવાની આપણી ફરજ આવીને ખડી રહી છે! ઈસ્લામને બુલંદ બનાવનારા બહાદુર કદી હાર્યા નથી, ને હારશે નહિ, એ ખુદાઈ કોલ છે. તમારું લક્ષ હું એક ખાસ વાત પર ખેંચવા માગું છું. આજે જે નવી જેહાદ માટે હું તમારી સામે દરખાસ્ત પેશ કરું છું...”
દરખાસ્ત નહીં, હુકમ ! અમે મોગલ શહેનશાહના ગુલામ છીએ.” ઉદાર દિલના રાજવીના શબ્દોએ થોડીવારમાં બધા અમીર ઉપર જાદુ જમાવવા માંડ્યું.
શાબાશ, મારા જવાંમર્દો ! પણ તમે જે મોગલ સલતનતની વાત કરે છે, એની જ વાત હું કરું છું. તમે જાણતા હશો કે બળવાખોર શેરખાં મોગલેના નાશના શપથ લઈને બેઠે છે. એ જાહિર–આહિર મોગલનું નિકંદન કાઢવાના પડકારા કરે છે. ગુજરાતના બહાદુરશાહે પણ પિતાની હિંમત બુલંદ બનાવી શેરખાંના શબ્દ ૧૫૬ : મધ્યયુગને મહાનુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org