________________
જહેમતથી એમણે આ રાજ જમાવ્યું હતું ! એ રાજના નાશ માટે ગુજરાતના સુલતાન બહાદુરશાહ ને અફઘાન સરદાર શેરશાહ મેદાને પડયા છે. એ વેળા આપણે ચાર ભાઈ જુદા પડશું ? શું એમ કરીને આપણું દુશ્મનોના ઘરમાં દિવાળીના દીવા સળગાવી શું ? યાદ રાખજે, એક સિપાહી કંઈ ચીજ નથી, જ્યારે ચાર સિપાહી એક લશ્કર છે.'
મીરઝા અસ્કરી પણ ધીરે ધીરે આવીને અદબથી પાછળ ઊભો હતો.
અસ્કરી, તારે ખજાનો જોઈએ છે? હિંદાલ તારે તખ્ત જોઈએ છે? મારા પર ભરોસો રાખો ! માથા પર ચમકી રહેલી વીજળીઓને વેરાઈ જવા દે ! હુમાયુને કશાયનો મોહ નથી. એને તો અલ્લાહનું આપેલું આ આસમાન છે, સુંદર સિતારાઓથી ખીચોખીચ આ રાત્રિ છે. ને એના ખગોળના ગ્રંથો છે. હું ભલે ને મારું આકાશી ગણિત ભલું. બાબરને કઈ બેટ સલતનત ચલાવે, એ સામે હુમાયુને વિરોધ નથી. પણ આજે...એક બનો ! દુશ્મન મજબૂત બને એ પહેલાં એના પગ ઉખેડી નાખે !”
આપણું લશ્કર નાહિંમત બન્યું છે, હિંદાલે વચ્ચે કહ્યું.
“લશ્કર નાહિંમત બને, જે આપણે નામર્દ બનીએ તો. બેલાવો અમીર-ઉમરાવોને, સૂબા–સરદારોને ! હું એમને પૂછવા માગું છું. એમના દિલ ઢઢળવા માગું છું. એમના ઘા રૂઝવવા ચાહું છું. આજથી જ નવા જંગની તૈયારી કરવી છે.'
થેડી વારમાં ગજશાળાનું સાઠમારીનું મોટું મેદાન ભરચક થઈ ગયું. મોટા મોટા શમશેરજંગ માં બેઠા હતા. પણ સહુના મેં પર નિરાશાની આછી ઝલક પથરાયેલી હતી. શહેનશાહે બલવું શરૂ કર્યું?
મધ્યયુગને મહાનુભાવ ઃ ૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org