________________
મળી એટલે તમે જોઈ લેજે ! મારા ભાઈને તમે વધારે પિછાણે. કે હું ?” બંધુપ્રેમનો દીવાને આ દુખિયારો બાદશાહ પિતાના ભાઈઓને વિષે લેશમાત્ર ઘસાતું સાંભળવા તૈયાર નહોતો. અમીર ચૂપ થઈ ગયા.
“હિંદાલ ક્યાં છે? શું સૂતો છે? શરીર બેચેન છે ? કંઈ ખોટું લાગ્યું છે? અરે, મેટાભાઈથી ખોટું લાગવાનું શું ?” પ્રશ્ન પૂછતો પૂછતો મહાનુભાવ શહેનશાહ દરબારે ખાસમાં, મજલિસે આમમાં, રંગભવનમાં, શીશઘરમાં, ચૌરંગીમાં, બારાદરીમાં, જનાનખાનામાં બધે ફરી વળ્યો.
આખરે નદીકિનારે ગજશાળામાં હિંદાલ મળ્યો. મળીને પણ મન મૂકીને એણે વાત ન કરી. બકસરની લડાઈના, પોતાને થયેલી જફાના, સરદારોની વફાના, કંઈ સમાચાર એ પૂછી ન શક્યો !
“હિંદાલ, પ્યારા ભાઈ! મન મૂકીને કેમ વાત કરતો નથી ? કંઈ ખોટું લાગ્યું ? કંઈ વહેમ ?'
“ના, ના.” હિંદાલે બનાવટી હાસ્ય કર્યું.
હિંદાલ! મારા સામું તો જો !”
“શું છે?” હિંદાલ હુમાયુની વેધક આંખો સામે આંખે માંડી ન શક્યો..
હિંદાલ, તારા મનની ચોરી હું સમજ્યો. તારે બાદશાહ થવું છે ? શા માટે દિલ ખોલીને વાત કરતો નથી ? તું બાદશાહ થજે. પણ પહેલાં એ વાત તો જાણી લે, કે આજ આપણા બાપદાદાનું રાજ જોખમમાં છે. મોગલેની હસ્તી મિટાવવાની ઝુંબેશ ખડી થઈ છે. શું એવે વખતે પણ તું મારાથી દિલચોરી રાખીશ?”
હિંદાલ ચૂપ હતો. હુમાયુ આગળ બેલવા લાગે?
હિંદાલ, પૂજનીય પિતા તરફ લક્ષ આપ. કેટલી અથાગ ૧૫૪ : મધ્યયુગને મહાનુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org