________________
હેઠ મરકી રહ્યા હતા. કમળનાળ જેવી નાકની દાંડી પર આવેલ પસીને લૂછતાં એણે આગળ ચલાવ્યું.
મલિકા, બસ, વખત આવી પહોંચ્યો કે સિંહે ઓઢેલું ઘેટાનું ચામડું ફગાવી દીધું. બંગાળ અને બિહારમાં શેરશાહના નામના ખુબા પઢાયા. મજિદોમાં રોશની થઈ. મંદિરમાં ઘંટા બજ્યા, ફકીર–બાવાઓને અન્ન અપાયું.”
પણ હુમાયુ શું ગુજરાતમાં ગૂમ થઈ ગયો ?”
ના, ક્યાં બાદશાહ હુમાયુ ને ક્યાં બહાદુરશાહ ગુજરાતી ! એને બિચારાને કોઈ ચાલબાજોએ ફલાવ્યો હતો. એ તો મંદસોરના મેદાનમાં નાસી છૂટયો. હુમાયુ આગળ વધે, એણે ગુજરાત લીધું. પાવાગઢને મજબૂત કિલ્લો લીધો, ને ત્યાં છુપાયેલે સુલતાનનો મોટો ખજાનો આ વિચક્ષણ બાદશાહે એક જબરી કરામતથી હાથ કર્યો. થોડે વધુ વખત એ ગુજરાતમાં રહ્યો હેત તે ઘણું નુકસાન થાત, પણ ત્યાં તો તેના ભાઈ કામરાનના બંડના અને શેરશાહના બળવાના સમાચાર પહોંચ્યા. એ તાબડતોબ પાછો ફર્યો. મલિકા, એ પાછો ફર્યો ને બહાદુરશાહ ગુજરાતીએ ધીરે ધીરે પાછું હતું તેવું ને તેવું કરી લીધું.”
મારા શેરનું શું થયું, રેશન?”
સો ચૂહા મારી બિલ્લીબાઈ પાટે બેઠા. શેરને ખ્યાલ હતો કે કામરાન અને હુમાયુ વચ્ચે આગ સળગશે, પણ અજબ રીતે એ ભાઈ સમજી ગયા. હુમાયુએ ચુનાર તરફ કૂચ કરી. મલિકા, તમારો શેર આ વખતે ગૌડનગરમાં હતો. એ તરત ચુનારગઢ પાછો આવ્યા ને હુમાયુને રેકી બેઠે. હુમાયુ પૂરી તાકાતથી આવ્યો હતો. પણ વાહ રે મારા શેર! એણે કમાલ કરી. ઝાડખંડને તે તમે જાણો છો ? માને ખાળો ને ઝાડખંડની ભૂમિ સરખી! આના પાસે રેહતા નામનો વિકટ પહાડી ગઢ છે. મલિકા, આપણું
વિજોગણ ઃ ૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org