________________
ચુનારગઢથી પણ મજબૂત. શેરશાહે રોહતાસના રાજા પાસે પોતાને આશ્રય આપવા કહેણ મોકલ્યું. બિર–છોકરાંને સાચવવા આજીજી કરી. રોહતાસનો રાજા રહ્યો મૂર્ખ ! એણે હા કહી, પણ એના ગઢમાં જે પાલખીઓ પ્રવેશી એ કંઈ અફઘાન ઓરતોની નહતી, એમાં તો મૂછાળા મર્દ હતા. તેઓ અંદર પ્રવેશતાંની સાથે બહાર કૂદી આવ્યા. તલવારની તાળી બજી રહી. રોહતાસને હિંદુ રાજા બહાદુરીથી ભરાય. શેરે રેહતાસ સર કર્યો. બધી સંપત્તિ ત્યાં લાવીને ચુનારગઢ ખાલી કરી દીધે.
“ખરી સંતાકૂકડી હવે શરૂ થઈ હુમાયુ ચુનારગઢમાં છે કે, એટલે શેર ગૌડ ચાલ્યો ગયો. હુમાયુ ગૌડ જીતવા આગળ વધે એટલે શેર જંગલને રસ્તે રોહતાસ ચાલ્યો ગયો. થાકેલા હુમાયુએ ગૌડ સહેલાઈથી જીતી લીધું ને ત્યાં આરામ કરવા રોકાયો. તમારા શેરે ગૌડનગરની ને બંગાળની ઘણી લક્ષ્મી લૂંટી હતી, પણ સૌંદર્યની અને એશઆરામની બધી સામગ્રી ત્યાં મૂકતો આવ્યો હતો. શોખીન મોગલ બાદશાહને એ ભાવી ગયું. સુજલા, સુફલા, શસ્યશ્યામલા બંગાળની પૃથ્વી પર એ સ્વર્ગની લહેજત લૂંટી રહ્યો.”
“ત્યારે મારો શેર શું કરી રહ્યો છે ?'
તમારા શેરને આરામની ચાહના જ ક્યાં છે? એ તો બેઠે બેઠે બધે દોરીસંચાર કરી રહ્યો છે. કોને ક્યાં મૂકો, કોને ક્યાં જવા દે એની યોજના કરી રહ્યો છે. મેં સાંભળ્યું છે, કે એ પાછો ચુનાર આવે છે. એને સેનાપતિ ખવાસખાન કર્મનાશા નદીનાં નીર ને બસરનાં મેદાનોમાં સાફસૂફ્ટ કરી રહ્યો છે. હુમાયુએ મહામહેનતે સમજાવીને સાથે લીધેલ હિંદાલ છટકીને આગ્રા આવ્યો છે, ને પાછું પોતાનું પિત પ્રકાશવા માંડયું છે. અમનચમનના મહેલમાં એશઆરામ કરતો મોગલ બાદશાહ તમારા શેર સાથે સુલેહના સંદેશા ચલાવી રહ્યો છે.” ૧૩૪ : વિજોગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org