________________
એ આગળ આવ્યો છે. મલિકા, શેરે જ્યારે ચુનારગઢની ગાદી સંભાળી ત્યારે તે જ વર્ષમાં એણે માળવા લીધું. માળવા લઈને ખાનદેશના સુલતાનને નમાવ્યો; ત્યાં તો મેવાડી વીરાએ જ એને તેડવો. બહાદુરશાહે ચિતોડ પર સવારી કરી. દંતકથા છે, કે ચિતોડની રાજમાતાએ શહેનશાહ હુમાયુને રાખડી મોકલી મદદે બોલાવ્યો. હુમાયુ તૈયાર થયો ત્યાં તો બહાદુરશાહે લખી મોકલ્યું, કે કાફિરોની સાથે લડવામાં આપે મને હેરાન કરવો ન જોઈએ. બહાદુરશાહે ચિતોડ જીત્યું ને એ આગળ વધ્યો. થોડીવારમાં હુમાયુને ખબર પડી ગઈ કે કાફરોના નામનું તે બહાનું હતું. રાજનીતિમાં ભાઈ ભાઈ નહીં ને બાપ બાપ નહિ, તો વળી કોણ કાફર ને કોણ મુસલમાન ! વધારામાં એને ખબર પડી કે અફઘાનેએ એને જોનપુરનો સુલતાન બનાવવાનું વચન આપ્યું છે. હુમાયુના ગુસ્સાનો પાર ન રહ્યો” રોશન થોડીવાર થોભી.
બિચારો તિષી! રોશન, એના જોશમાં પહેલાં એ વાત નહીં આવી હોય!” મલિકા ખડખડ હસી પડી.
“ મલિકા હસવા જેવો એ આદમી નથી. વીરતાને તો અવતાર છે. દયાનો તો દરિયે છે. કૂડ-કપટ તો જાણતો જ નથી. ભલા રાજાનો અછો નમૂન છે. બાકી એ વાત ખરી કે ભલાઈને અને રાજનીતિને કોઈ સંબંધ નથી. એ તો બહાદુરશાહની ચાલ હતી. હુમાયુ ગુજરાત તરફ ઊતર્યો કે આ તરફ શેરે પિતાનો પંજો ઉગામે.
પહેલી તરાપ બંગાળના પેલા મહમદશાહ પર. એના પૈસાથી ઊભું કરેલું લશ્કર એને માટે કામ આવ્યું. બિચારા બંગાળીએ ગવાના પોર્ટુગીઝ૪ ગવર્નર પાસે મદદ માગી, પણ એ મદદ અડધે રસ્તે રહી ને બિચારા મહમદ બંગાળીને અગિયારા ગણવા પડયા.” રાશન ખડખડાટ હસી પડી. એની ખૂલતી કળી જેવા મોટા મોલ
* પોર્ટુગીઝ લોક સહુ પ્રથમ ૧૫૩૩માં ચટગાંવમાં ઊતર્યા હતા.. ૧૩૨ ઃ વિજોગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org