________________
કાળા ભૂત જેવા, રાતે મળે તો ફાટી પડીએ એવા વિકરાળ સિપાહીઓ ભેળા થયા છે, પણ કેની મજાલ છે કે કોઈ મા–બેટી સામે નજર ઉઠાવીને નીરખેકઈ આંધળી ડોશી માથે સવા શેર સોનું લઈને જાય તોય લૂંટાવાને ભો નહીં! ને કઈ સોળ વર્ષની નખરાળી નાર ચાલી જાય, તોય ઈજાને અવકાશ નહીં. પણ મલિકા, મારી વાત લાંબી છે, વળી હું બહુ બેલકી છું ને!” રોશને બોલકી શબ્દ પર ભાર દેતાં ચાળો કર્યો.
હા, હા. બોલકી, સાત વાર બોલકી !” ને મલિકાએ રોશનને હાથ પકડીને પાસે ખેંચી, ને એના ગોળમટોળ ગાલ બે હાથમાં પકડીને ચાળીને લાલઘૂમ કરી નાખ્યા. મલિકાના જીવનમાં જાણે નવો પ્રાણ પુરાતો હતો,
ઓ જહાંપનાહ, નાચીજ બાંદીના ગાલ ઊખડી પડશે, ખુશીના સમાચારનું આ ખૂબ સારું ઈનામ આપ્યું. હાં, મલિકા, સાંભળો ત્યારે મારી વાત! શેરની બોડમાં હાથ નાખી કોઈ સલામત પાછો ફર્યો છે? બંગાળના સુલતાને શેરની બોડમાં હાથ નાખે, એટલે વેર લેવા તમારા શેરે જોતજોતામાં બંગાળના પાટનગર ગૌડ પર ચઢાઈ કરી દીધી. બિચારો બંગાળી ! અફઘાનોને પ્રચંડ તાપ ન જીરવી શક્યો. એણે તેર લાખ અશરફ આપીને શેરને મનાવી પાછો વા !”
શાબાશ, મારા શેર!' મલિકાના નિરાશાથી વૃદ્ધ બનતા જતા દિલમાં જવાનીના અંકુર ફૂટવા લાગ્યા. “પણ ભલા, શું શેર હજીય બીજાના નામની જયજયકાર બોલાવે છે?”
મલિકા, હજી તો મારી કહાણુની શરૂઆત છે. તમે એને છેડે પહેલેથી જાણશે તો રસ મા જશે. વાત કહેતી આવું છું. ગુજરાતના સુલતાન બહાદુરશાહને તે જાણે છે. શેરશાહના મિત્ર પેલા દિલ્હીના ઝવેરી પાસે એના બધા સમાચાર આવે છે. બડે બુલંદેહિંમત છે. મેવાડમાં એ મોટો થયો છે. જૈન શ્રેષ્ઠીઓના બળે
વિજોગણ હું ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org