________________
કેળવી છે, એ પણ જાણ્યું છે. બકસરિયા બંદૂકચીઓની ફોજ પણ જમા કરી છે, એ પણ ખબર પડી. પ્રચંડ ગજસેના, ભયંકર તીરંદાજે, કુશળ તોપચીઓ ને બીજું ઘણું જાણ્યું છે. છેલ્લે છેલ્લે એણે બિહારના ધણ લહાનીને હરાવ્યા એ પણ ખબર છે.”
હરાવ્ય એટલું જ ન કહો, મલિકા! વારી જાઉં એ તમારા શેર પર! આ નાચીજ બાંદીની ગુસ્તાખી માફ. હિકમત કેવી કરી એ જાણી ? બંગાળના સુલતાન મહમૂદ અને હાજીપુરના સૂબા વચ્ચે કંઈ અણબનાવ હતો. શેરશાહે હાજીપુરના સૂબાને મદદ આપી, ને આગ ભડકાવી. સુલતાનનું સૈન્ય હાર્યું. આ પછી બિહારને બચેલે નામમાત્રને રાજા લેવાની બંગાળના સુલતાન પાસે મદદ યાચવા દેડવો. એણે કહ્યું, બિહારના તમામ જમીનદારોને શેરખાંએ ભીખ માગતા કર્યા છે, ને બે બદામના ખેડૂતોને માથે ચડાવ્યા છે. પ્રજા માટે ભલે એ રામરાજ્ય હોય, અમારા માટે તો રાવણરાજ્ય છે, માટે મદદ કરે !'
“મહમદશાહ બંગાળીએ લેહાનીને મદદ આપી. ચઢાઈ શરૂ થઈ. બંને સન્ય સામસામાં ભેટયાં. કિલ નદીના કિનારે સૂરજગઢ પર, હાથી મચ્છરને રોળી નાખે એમ બંગાળી સૈન્યનાં ને બિહારના રાવણનાં માથાં કાપી નાખ્યાં. પણ મલિકા, વાહ રે શેર ! એણે વિજય પછી મરિજદોમાં બાદશાહ હુમાયુના નામના ખુબ પઢાવ્યા ને જયજયકાર પણ એના નામને વર્તાવ્યો.”
રેશન, તું લશ્કરમાં ખૂબ હળભળી ગઈ લાગે છે, નહિ તો આવા સમાચાર ક્યાંથી લાવી શકે ? તારું રૂપ ને તારી મસ્તી તો જે. અલી, તને કેઈને જરાય ડર ન લાગ્યો !” મલિકા પિતાના 4 યારા શેરનાં વખાણ સાંભળી હર્ષોન્મત્ત બની હતી.
ડર! અરે, શેરશાહના રાજ્યમાં ડર કેવો? સૈન્યનો તો સાગર હિલેળા મારે છે. રાક્ષસ જેવા, દેખીએ તે ડરી જઈએ એવા, ૧૪ : વિજોગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org