________________
શેરખાંએ લજજાના ભારથી અવનત થયેલા ચહેરે આકાશ સામે જોયું, પણ વધુ વાર એ જોઈ ન શક્યો. આકાશના સિતારાઓ જાણે આંખ મીંચકારતા એની મશ્કરી કરી રહ્યા હતા. શેરખાં સાંઈ થઈ જા! ફકીર બની જા ! મરી જા ! બાદશાહત તું કરી ચૂક્યો !
અદલ ઈન્સાફ તે કર્યો, પણ તારો જ ઇન્સાફ કે તોળાય ? થેડીય મુત્સદ્દીવટ ન આવડી ?”
, મર્દ શેરખાને એને મનસંતાપ પડવા લાગ્યો. તે દિવસે જમનાની ગોદમાં ડૂબી મરતો બચાવવા બદલ એ મલિકા પર ચિડાઈ રહ્યો. અરે, પેલી બળતી નૌકામાંથી હેમરાજે ન બચાવ્યો હોત તો જીવનભરનો આ હૈયાક એ ક્યાંથી પામત !
શેરખાં કવિ હતો, ફિલસૂફ હતો, સારાખોટાને સમજનાર હતો. સદા હિંમતે બુલંદ રહેનાર એ જવાનને એના વિચારો જ આજે બહાવરો બનાવવા લાગ્યા. હારને કદી હાર ન સમજવી, એવો ઉપદેશ ઘણાને આપે. પણ આજે પોતાની આ દશા ? એ રોષમાં ને રોષમાં મોટા પગલે કિલ્લા પર ફરવા લાગ્યો. એના પગલાના અવાજમાં પણ ભયંકર રોષ ગાજતો હતો.
અચાનક એક ઘેરો અવાજ એવા કાન પર અથડાયો. કઈ સાંઈ ભીખ માગતો બોલતો હતો :
અલ્લાહ નામકા પૈસા નબી નામકી રિટી
હસન નામકા કપડા, દેવે દિલાવે છે પાએગા, દુનિયામેં દસ દફા, આકેબતમેં સો દફા; દેવે વો સખી, ના દેવે વો મૂંછ: સખીકે નજીક અલ્લાહઃ સખી વ હબીબુલ્લાહ !
દુસ્ત શર કુસ્ત ગવદ : ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org