________________
પ્રતિજ્ઞાઓ વ્યર્થ થશે? શું બાદશાહ હુમાયુને ચિરસેવક બની એ પેટ ભરશે ?
મનોવેદનાની આવી કાળી બળતરા શેરશાહના ચિત્તને દમી રહી. ન ખાવાની સૂઝ, ન પીવાની સુધ. રાતદહાડે એ ચુનારગઢના વિશાળ બુરજ પર આંટા માર્યા કરતો. આજ ભલે ચુનારગઢ એને સોંપાયે, પણ વહીવટ ચલાવવા માટે તો હુમાયુનો વફાદાર સેનાપતિ રૂમી ખાં ત્યાં મોજૂદ જ હતા. શેર પાંજરામાં નહોતો, પણ નજરકેદ બન્યો હતો.
ગમગીનીમાં ગરકાવ થયેલે શેર માં કઈ વાતે હળવે જીવ ન કરી શક્યો. એની ઊંઘ ગઈ, ભૂખ ગઈ, આરામ ગો; મલિકા સાથે એ છૂટથી વાત કરી શકતો નહિ. જાણે પ્રેમની ને ઈશ્કની વાતોમાં હવે એનું દિલ જ રહ્યું નહોતું. ચક્રવાક ને ચક્રવાકીતી દશાને તેઓ પામ્યાં હતાં. એને જેતે કે શેરખાં પશ્ચાત્તાપથી સળગી ઊઠતો અને ન જોતો તો વ્યાકુળ બની બેસતો. આખરે મલિકાને સમજાવીને થોડા વખત પછી હુમાયુએ આપેલાં પરગણમાં મોકલી આપી. પણ મલિકાના જવાથીય શેરખાને શાન્તિ ન લાધી.
એ મસ્જિદના ઊંચા મિનારા જેતો ને વિચારમાં પડી જતોઃ હજી તે ગઈ કાલે જ મારા ખુબ પઢાયા છે ને આજે કોના ખુલ્લા પઢાય છે? મહેલેની ઊંચી મહેરાબો પર દીવાઓ ઝળહળતા જોતો ને એને કંઈનું કંઈ થઈ જતું. અરે, દીવાનું એક પતંગિયું બની આ કલંકિત જીવનની સમાપ્તિ કરી દેવી શી ખોટી ?
પરેશાનીની તો કોઈ સીમા હતી? પોતાના પાપે પોતાના પ્યારા પુત્રને હુમાયુના દરબારમાં રાખવો પડયો. પોતાની જીવાદોરીય. દુશ્મનના હાથમાં. શેરખાં જરા પણ વિરોધી હિલચાલ કરે કે પુત્રની ગરદન પર જલાદોની છૂરી ચમકી રહી ! રે રાજનીતિ! વાહ રે શેરખાં! અફઘાન પાદશાહી આમ સ્થપાતી હશે ? સૂરવંશને શહેન શાહી તાજ આમ પહેરાવાતો હશે ?
૧૦૬ : દુસ્ત શર દુસ્ત ગવદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org