________________
હિકમત !’
'હા, હિકમત ! સુલેહ કરી લે !,
શેરશાહ વિચારમાં પડી ગયા; ઘેાડી વારે મેલી ઊઠયો, ‘ બહુ સારું', ખવાસખાન ! ગઢ પર સુલેહના વાવટા કકાવે. હું સુલેહને મુસદ્દો ઘડી કાઢું છું.... ભૂલ્યા ત્યાંથી ક્રી ગણીએ.’
'
ચુનારગઢના ઊંચા બુરજ પર સુલેહતેા વાવટા ફરી રહ્યો. થેાડી વારમાં એક કુશળ તીરંદાજે ખુરજ પરથી શાહી છાવણીમાં સ ંદેશાના ટુક્કા સાથેનું તીર મેકહ્યું,
બાદશાહ હુમાયુની સામે ઝુક્કો ખાલીને વાંચવામાં આવ્યેા. શેરશાહ લખતા હતા :
શાહેાના શાહ નાસીરુદ્દીન મહમદની જય હે !
‘ તાબેદાર ગુલામ શેરખાં ચુનારગઢ શહેનશાહતને કદમપેશ કરે છે, તે માગે છે ગુનાઓની માફી સાથે ઇજ્જતભરી શાહી ચાકરી ! ‘ચુનારગઢની રાણી લાડુ મલિકા ભરણપોષણુ માટે એ પરગણાં ઋચ્છે છે, તે આ બધાની સચ્ચાઈ ખાતર શેરશાહ પેાતાની પ્યારી ઓલાદને—પુત્ર કુતુબખાનને શાહી સરકારમાં પેશ કરે છે.’
.
શહેનશાહ હુમાયુએ જવાબ લખ્યા, ને તીર જવાબ સાથે પાછુ ફ્યુ.... એમાં જવાબ હતાઃ
કબૂલ. દરવાન ખાલે !'
*
દરવાન ઊઘડવા. શાહી નાખતા ગડગડી ઊઠી. ચુનારગઢના સિંહાસન પર શહેનશાહ હુમાયુ બિરાજમાન થયા. મહાન યાતિષી તરીકે જાણીતા આ ખાદ્શાહને આજે પ્રજાએ આંખભરીને નીરખ્યા : વીરતાને અવતાર ! માણસાઈ ને નમૂને. એ મેલે તે જાણે એની જબાનમાંથી ફૂલ ઝરે ! બાદશાહ બાબરા ખાનદાન મેટા !
પ્રેમનાં પારેવાં : ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org