________________
દુનિયામાં વિનિપાતની નાબતો ગડગડવા લાગી. એકલદોકલ કબૂતર માટે તો હરવું ફરવું દુષ્કર થઈ ગયું. સંગઠન જમાવવાની–એકષ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી, જ્યારે બીજી તરફ પેલી રૂપાળી–રઢિયાળી પારેવા પોતાના પ્રેમનું ખંજર અનેકના દિલમાં બેકી રહી હતી. પ્રેમ અને ભયની દુનિયામાં કબૂતર-સૃષ્ટિ ગરકાવ થઈ ગઈ.
કુશળ વૃદ્ધ કબૂતરોએ એ વાતનો પત્તો પણ મેળવ્યું કે આ બે પારેવાં કોની માલિકીનાં છે. તેમને તરત જ માલૂમ પડી ગયું કે રાજા શેરશાહે જીવતદાન આપેલ ગુલામ કિલાફતના એ પ્યારાં, પંખી છે. અને ગુલામ કિલાફત તો આજે ચુનારગઢના કેટવાલને સાથીદાર બન્યો હતો. શાહી આજ્ઞા હતી, કે આ ચુનારગઢ એ કુશળ કિલાફતને બતાવો ને તેની સૂચના મુજબ સુધારકામ ને સમારકામ ચલાવવું
એ ગુલામનાં આ બે પ્યારાં પંખી ! એ ગુલામ કેણુ? ક્યાં ? મનુકુળના કુશળ વંશજોને જે વાતની ગંધ નહતી આવી, એ ગંધ આ કુશળ પંખીકુળમાં આવી. આડે દિવસે સહેલગાહે જતા પેલા નર કબૂતરની પાછળ પાછળ ગુપ્તચરો ચાલ્યા. ગંગાને પ્રવાહ ઓળંગી એમણે એનો પીછો ચાલુ રાખ્યો. ગ્વાલિયરના ઊંચા બુરજ વીંધી, ચંબલનાં કેતરમાં સંતાકૂકડી રમતા તેઓ પાછળ ને પાછળ અનુસર્યા. આખરે જમનાને પ્રવાહ દેખાયો. એ નર ક્ષણવાર પ્રવાહની સપાટી પર ઊડયો, નાના નાના ચંચુપાત કરીને પાણી પીધું ન પીધું ને સીધા આગ્રાના એક ઊંચા બુરજ પર બેસી ગટર-ગૂ, ગટર–ગૂ કરવા લાગ્યો.
- ચાંદની રાત હતી, એટલે ગુપ્તચરોથી પેલે નર દેખી શકાતે હતો. થોડી વારે કઈ બારીમાંથી ડોકાયું. એણે પેલા કબૂતરના જેવા ચાળા પાડ્યા, ને બારી બંધ થઈ ગઈ. ન કોઈ એની પાસે આવ્યું, ન કેઈએ એની પાંખને સ્પર્શ કર્યો, ને ન કોઈએ એની પાંખમાં
પ્રેમનાં પારેવાં : ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org