________________
છુપાવેલ કાગળ શો . જે સંદેશવાહક હેત તો એની રીત જુદી હતી. કબૂતર ત્યાંથી ઊડળો. આકાશમાં ઘુવડ, શકરાબાજ જેવા દુશ્મને ઘૂમતા જ હતા. શહેરની પરબડીઓમાં બિલાડીઓ અને સાપ–નોળિયાને ભય હતો. એ ફકબાજ નરે આખી રાત કિલ્લાના બુરજેમાં બેસીને, તોપના નાળચામાં પેસીને વીતાવી; ને વહેલી પર એણે પાછી પગરણ કર્યા, તે વહેલું આવે ચુનારગઢ !
શંકાસ્થાન ટળી ગયું. ભલા શંકાસ્થાન જેવું હેત તો પેલાં પ્રેમનાં પારેવા સમાં શેરશાહ ને મલિકા એક દુશ્મનના ગુલામ તરફ આટલે વિશ્વાસ કેમ દેખાડત ! ગઢને અનાજભંડારે, છૂપાં જલનવાણો, ભેદી દારૂગૃહ––બધાંય એને હાથે સમારકામ પામી રહ્યાં હતાં. આગ્રાના એ શાહ હુમાયુએ કેવી રીતે બિચારા ગુલામને માર્યો ? ભલા, એવા બાદશાહ માટે કંઈ કોઈને કશી લાગણી હોય ખરી ? આવા ગુલામ પારકા હોય તો પણ પોતાના કરી લેવા ઘટે!
કબૂતરની જમાતે પણ નિર્ણય કર્યો, કે પેલાં બે પરદેશી પંખીઓને પણ પોતાનાં કરી લેવાં, ને વિધિસર હવે પોતાની જમાતમાં ભેળવી લેવાં. નવજુવાનને આ માટે બહુ ઉત્સાહ હતો. વૃદ્ધ કબૂતર જરા મંદોત્સાહ હતા. પણ એમનું શું ચાલે ? પેલા જુવાનો તો કહેતા હતા કે ભલે એ બીજાની તાબેદારી ઉઠાવનારાં રહ્યાં, બીજા દેશનાં રહ્યાં, પણ આખરે તો આપણી જાતનાં ને ! આ આકાશના ગુંબજમાં ઘુઘવાટા કરતા આપણા દુશ્મને જોયા ? અરે, એવે વખતે આપણે જાતભાઈ ક્યાંથી ? ધન્ય ઘડી ! ધન્ય ભાગ !
બીજે જ દિવસે આ શુભ કાર્યને પ્રારંભ થવાનો હતો, પણ આકાશમાં વાદળ દેખાય, વાવાઝોડાં થયાં, વરસાદની હેલી મંડાણી ! ત્રણ દિવસે ઉઘાડ નીકળે, તાકડે પેલો નર ગેરહાજર ! અને પછી તો જાણે એવું જ થાય કે નર હાજર હોય ત્યારે વરસાદ, હેલી ને અધી હોય, ને સોનેરી સૂરજ પ્રકાશતો હોય ત્યારે પેલે નર ૯૮ : પ્રેમનાં પારેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org