________________
નવજવાન કબૂતરો એક મોહમયી દુનિયામાં ફસાઈ ગયા. વયોવૃદ્ધ કબૂતરોએ એક વાર ઉપદેશ આપવો શરૂ કર્યો, તો તરત જ એમની સભા સૂની બની ગઈ આંતરકલહ પ્રગટશે એવી ભીતિ સહુને લાગવા માંડી. અને અત્યારે આંતરકલહ પ્રગટે તો પોતાની જાતનું સર્વનાશ જ સમજવું, કારણ કે હમણુના વાતાવરણમાં રાત-દિવસ તેમને સંગઠનથી રહેવાની આવશ્યકતા હતી.
ચુનારગઢમાં થોડા દિવસથી મોટો શંભુમેળો જામ્યો હતો. રોજ રોજ પ્રાંતે પ્રાંતમાંથી નવી ભરતી આવ્યા કરતી હતી. અફઘાન વીર શેરશાહે પોતાની જાતના તમામ માણસોને નિમંત્રણ આપ્યું હતું. અફઘાન-ઐક્યની સુંદર શરણાઈ બજી રહી હતી. અને એ શરણાઈના સૂર જેને જેને કાને પહોંચતા, એ અફઘાન જવાંમર્દો એકદમ બોલી ઊઠતા : “ અફઘાનને એક થવાની ઘડી આવી પહોંચી. ત્રણ સે–સાડાત્રણ વર્ષથી હિંદને ઘર માનીને બેઠેલા અફઘાનો કંઈ ગુલામી કરવા નથી આવ્યા ! એ તો સતનતના શોખીન છે.”
આ અફઘાન-ઐક્યને બુલંદ અવાજ ઠેઠ રોહ–અફઘાનિસ્તાન સુધી પહોંચ્યો, ને દિન દિન ઉજજડ બનતા પોતાના વતનને છોડી છેડીને તેઓ હિંદ તરફ આવવા નીકળ્યા. એારતો પણ સાથે થતી. નાના કુમારો પણ પહેલા કૂદીને ઘોડા પર ચડી બેસતા. શેરશાહ સુરના રાજ્યમાં શી શી સમૃદ્ધિ ન સાંપડે ! શાં શાં સુખ ન લાધે ! ક્ષિતિજ લાંઘતી ઊંટની વણઝાર, ઘોડેસવારનાં દળો પૈબરઘાટી વધીને કીડીનાં ધણની જેમ ચાલ્યાં આવતાં હતાં.
વગડાઓ વીંધીને આવતા એ નવી ભરતીનાં માણસોથી ચુનારગઢ ખીચોખીચ ભરાતો જતો હતો. એમની સાથે લડાયક બાજ ને સિતમ ખેર શકરાએ પણ આ ગઢના મહેમાન બન્યા હતા, ને શિકારની શોધમાં આકાશમાં સદા ચક્કર લગાવતા રહેતા હતા.
આ પરદેશી શકરા–બાજના ઉપદ્રવે ઘર ઘાલ્યું હતું. કબૂતરોની ૬ : પ્રેમનાં પારેવાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org