________________
છતાંય ચિત્તો ઊભો ન થયો; શિકાર કરવામાં સદા કુશળ એ ગિરેબાજ જાનવર એક વાર પિતાને પાછા પાડનાર કાર્યમાં ફરી પડવા માગતે નહતો. માનહાનિના માર્ગમાં તો એ જવાનો જ નહોતો.
પણ આ જ એને ઉત્સાહી કરવાનો મલિકાએ નિર્ણય કર્યો હતો. પોતાને પ્યારે ચિત્તો ને આટલા કમજોર દિલને ! એણે ફરીથી એની પીઠ થાબડી, હિંમતના શબ્દો કહ્યા.
એ મહામહેનતે ઊભો થયો. પણ ધીરે ધીરે, દબાતે પગલે ! અને સહુની નજર ચુકાવી એ બળદગાડીમાં રહેલા એના પાંજરામાં પ્રવેશ કરવા ધસ્ય.
“મલિકા, બિચારે અફધાન વીરેનાં પાસાં સેવ્યાં, પણ અફઘાન વીરોની તાસીર ન શીખે. શુદ્ધ અફઘાન હારને હાર તરીકે કદી ન કબૂલે ! એની હાર જીતમાં ન પલટાય ત્યાં સુધી એ જંગમાં ઝૂઝતો રહે! હારની નામોશી એને ન મૂંઝવે !' શિકારે નીકળેલા શેરશાહે મશ્કરી કરતાં કહ્યું. ચુનારગઢના અજોડ શિકારખાનાની જાણે એ હાંસી કરી રહ્યો હતો.
મલિકા ઝડપથી પાંજરાના દરવાજા આગળ જઈને આડી ઊભી રહી. અંદર પ્રવેશ કરવા તલપાપડ થતો ચિતો મલિકાની રેશમી ઇજાર સાથે જોરથી માથું ઘસવા લાગે; જાણે કહેતો હોય કે મને માર્ગ આપો !
યારી મલિકા, રહેવા દે એ બહાદુરને! જે, એનું નિશાન મારી બે–જાન બંદૂક તોડશે.”
ને શેરખાંઓ દૂર દૂર નાસતા હરણના ટોળા પર નિશાન સાધ્યું.
નામઈ નાલાયક!” મલિકાએ રોષથી ચિત્તાને લાત મારી, અને એના ગળાની સુવર્ણ જંજીર ખેંચતાં સિપાઈઓને બૂમ પાડી કાઢી લે આ જંજીર ને લાત મારીને તગડી મૂકે એ નાલાયકને ! ૮૮: જતિષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org