________________
શિકારે નીકળી હતી. બે સુંદર અશ્વ પર મલિકા ને શેરશાહ સવાર થયાં હતાં. મલિકાની ગોરી ગોરી આંગળીઓ પર એક શિકારી બાજ નખરા કરતું બેઠું હતું. શિકારી ચિત્તાઓથી શણગારેલી ગાડીઓ પાછળ આવતી હતી.
ચુનારગઢની વનશ્રી અનેરી શેભા ધરી બેઠી હતી. એ શોભાને પીતું ને પાતું એક હરણુંનું વૃંદ આ મંડળીની નજરે પડયું. તરત જ મલિકાના પ્યારા ચિત્તા બહાદુરને એના પર છોડવામાં આવ્યો. ચિત્તો હવામાં સુસવાટા કરતો અદશ્ય થયો, પણ નિર્દોષ હરણને પણ ભયની ભાળ થઈ ગઈ હતી. એ ઘેરી ઊંડી ઝાડીમાં સરવા માંડયાં. શિકારી ચિત્તો કૂદ્યો. એક છલાંગ, સાથે બીજી છલાંગ ! હરણએ વધુ ઝડપ કરી. બીજી છલાંગ ને ફરીથી એવી જ ક્લાંગ, પણ વ્યર્થ ! નિર્દોષ હરણ અદશ્ય થઈ ગયાં. હાંફત ને હિંમત હારેલો ચિત્તો જમીન સાથે નાક રગડતો પાછો ફર્યો.
ઓર એક દફા !” મંડળીએ બૂમ પાડી.
બેટા, ફરી એક વાર !” મલિકાએ પ્રોત્સાહન આપ્યું, પણ નિરાશ જાનવર ફરીથી ઉત્સાહી ન બન્યું.
ફરી ફરીને પંપાળ્યા છતાં, જવાંમર્દીના શબ્દો ફરી ફરીને કહ્યા છતાં, લાલપીળી આંખો કરતો નિરાશ ચિત્તો પોતાના બે પગ વચ્ચે મોં વધુ ને વધુ દાબતો ચાલે. શિકારી પોષાકમાં સજજ થયેલાં પુરુષ ને સ્ત્રી એના ગળાની કિનખાબી વાળને પ્રેમથી પંપાળવા લાગ્યાં, પણ ચિત્તો શરમનો માર્યો જમીનમાં વધુ ને વધુ મેં ઘાલતો ચાલ્યો. ફરીથી હવા સૂંઘીને શિકારની શોધ કરવાની એણે અનિચ્છા દર્શાવી.
- બહાદુર, એક વાર ફરી ઝડપ કર ! ઊઠ, બેટા! જે પેલો રહ્યો તારે શિકાર!” મલિકાએ એક વારના પ્રયત્નમાં હારેલા ને નિરાશ થયેલા ચિત્તાની પીઠ જેરથી થાબડી. '
તિષીઃ ૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org