________________
આગેવાનોને બોલાવી તેમનો દંડ ર્યો.'
‘ધન્ય ગુર્જરેશ્વર ધન્ય !' બધા દરબારીઓ બોલી ઊઠ્યા.
‘કુતુબઅલી ?’ મહારાજાએ જોરથી ક્યું.
જહાંપનાહ ? ખતીબે બે હાથ જોડ્યા.
‘તમારાં મસ્જિદ અને મિનારા દરબારી ખર્ચે સમાવી દેવામાં આવશે. ને વસ્તી ફરી વસી શકે તેવો પૂરતો બંદોબસ્ત થશે.’
‘ખુદા આપને ઉમરદરાજ કરે.' ખતીબે હ્યું.
‘પણ જુઓ ખતીબ, પડોશીની સુંવાળી લાગણીઓને પણ સમજતાં શીખજો. સંસારમાં પડોશી ધર્મથી કોઈ મોટો ધર્મ નથી.’
‘જી હજૂર !'
‘અને જગતને જાહેર કરજો કે ખુઘની નજરમાં જેમ હિંદુ-મુસ્લિમ એક છે, એમ ગુર્જરેશ્વરની નજરમાં પણ પ્રજા તરીકે હિંદુ-મિસ્લમ એક છે.’ આખો દરબાર આ જુવાન રાજા પર વારી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
અદલ ઇન્સાફ * ૮૩
www.jainelibrary.org