________________
‘સાચી વાત છે તમારી ! મહારાજાએ કહ્યું,‘પાટણનું પાણી મોળું પડી ગયું છે. માટે ખંભાતથી આ ખારું પાણી લઈને ચાલ્યો આવું છું.’
‘શું આપ ખંભાતથી આવો છો !' મહામંત્રીને આશ્ચર્ય થયું. ‘આપ તો ત્રણ દિવસથી અંત:પુરમાં હતા ને ?' પુરોહિતે . ‘પુરોહિતજી ! અંતઃપુરની વાત ખોટી છે. મહામંત્રીનું ક્થન સાચું છે.’ મહરાજા સિદ્ધરાજે ક્યું.
‘હું ખંભાતથી ચાલ્યો આવું છું. ખંભાતના સમાચાર સાંભળ્યા પછી, મારું મન હાથમાં ન રહ્યું. ગુનાની તપાસ કરવા ને ગુનેગારને સજા કરવા ઘડિયાં જોજન સાંઢ લઈને ઊપડ્યો. મારી સાથે મારા બે વાદાર અંગરક્ષકો હતા. પાટણથી ખંભાત સો માઈલ થાય.'
આપ સો માઈલ ઊંટ પર ગયા ?'
‘માત્ર સો માઈલ શા માટે ? તા-આવતાના બસો માઈલ ક્યોને ? પણ મને આવાં કામ કરતાં કદી તનનો થાક લાગતો નથી, હમેશાં મનનો થાક લાગે છે. મારા રાજમાં વાઘ-બકરી એક આરે પાણી પીવે, ત્યાં નાની કોમ પર આ અન્યાય ? તમને બધાને કદાચ ધર્મના, કર્મના, નાત-જાતના વાડા હોય પણ રાજા તો બધા વાડાથી ૫૨ ! એ પોતાના ધર્મને પાળે, બીજાના ધર્મને જાળવે.’ વૃદ્ધ દરબારીઓએ ક્યું,
‘મારાજ ! અમે ખરેખર શરમ અનુભવીએ છીએ. આપની તપાસમાં શું માલૂમ પડ્યું ? આપને આ તક્લીફ ? ઉદા મહેતાની બરાબર ખબર લેવી પડશે,
મહારાજ.'
‘ખંભાતમાં હુ અંધારપછેડો ઓઢીને ફર્યો. ગલીએ-ગલીએ ર્જ્યો. લોકોને મળ્યો. દરેક કોમના લોકોને મળ્યો. એમની સાથે વાતચીત કરી. મને લાગ્યું કે ઉદ મહેતાનો આમાં હાથ નથી. ઝાઝા હાથ આમાં જોડાયા છે.’
મહારાજ વાત કરતાં થોભ્યા ને વળી આગળ બોલ્યા,
‘પછી ઉદા મહેતાને મળ્યો. ઉદા મહેતા એની તપાસમાં જ પડ્યા હતા. આખરે અમને જણાયું કે મૂળ અગ્નિપૂજકો અને મુસ્લિમોનો ઝઘડો. એમાં પારસી કોમ સાથે તમામ હિંદું કોમોનો એમાં સાથ હતો. એટલે સહુ પ્રેમના બબે
૮૨ * ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org