________________
મહામંત્રી બોલ્યા : “સ્વામી ! આપના રાજમાં કેઈ દુઃખી કે દરિદ્રી નથી. સર્વ ઈ એક પિતાની પ્રજા જેમ સંપજંપથી રહે છે.”
ખંભાતના કંઈ વર્તમાન ?'
એકએક ખંભાતના સમાચાર પૂછતાં મહામંત્રીને આશ્ચર્ય થયું. સાથેસાથે એ મહારાજના તરંગી સ્વભાવને જાણતા હતા. એમણે કહ્યું :
ઉદા મહેતાના શાસનમાં શું ફ્લેવાનું હોય ? એમ વાત ન ઉડાવો. બધે શાંતિ છે ને.”
શાંતિ જ છે. એક આગના છમક્વાના સમાચાર હતા, પણ ઉદા મહેતા તો પાક જૈનને ? પાણી, પૃથ્વી, અગ્નિ, વાયુ બધામાં જીવ માને, એટલે એને આગળ વધવા ન દે. કં પુરોહિતજી ! મહામંત્રીએ પુરોહિત તરફ જોઈને કહ્યું.
હિસા અહિસાનો ઝઘડો હશે કંઈ ! બાક ખંભાતની વાત બહાર આવે જ ઓછી. પુરોહિત બોલ્યા. એ ઘઢમાંથી બોલતા હતા.
એમ વાત ન ઉડાવો. મારે મન શૈવ, જૈન, હિંદુ કે મુસ્લિમ બધા સરખા છે. સિંહાસન પાસે હું ગુનેગાર ઠરું તો મને પોતાને પણ સજા કરતાં હું પાછો નહિ પડું.' સિદ્ધરાજે ગંભીર અવાજે કહ્યું.
આ અવાજ ખૂબ જ પ્રતાપી હતો. ભલભલાની જીભ ઉપાડી ઊપડતી. નહોતી.
આગનું કંઈ કરણ જાણ્યું ?” સિદ્ધરાજે આગળ ચલાવ્યું. “ઉદા મહેતા જાણે.' મહામંત્રીએ કહ્યું. તમારી કંઈ ફરજ નહિ ?'
શા માટે નહિ ? પણ મહારાજ, ઉદ્ય મહેતાનો મિજાજ જાણો છો ને ? રાજમામા છે ને ?”
ન્યાયના સિંહાસન પાસે મામા ને સહુ સમાન છે. તમે ઉદા મહેતા પાસે કંઈ ખુલાસો માગ્યો હતો ?'
ના મહારાજ ! પણ એ સાદી સમજાય તેવી વાત છે. હિસા-અહિસાનો
અદલ ઇન્સાફ છે ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org