________________
૧૨
અદલ ઇન્સાફ
ત્રીજે દિવસે પાટણનો દરબાર ભરાયો. દેશડાહ્યા દીવાનો આવીને ગોઠવાઈ ગયા. સમશેર બહાદુર સામંતોએ આવીને પોતાનાં આસન લીધાં. જગતભરમાં જેનો વેપાર ચાલે છે, ને જેનું વહાણવટું ચાલે છે, એવા ગુજરાતના કેટિધ્વજો આવીને યોગ્ય સ્થાને બેસી ગયા.
ત્રણ દિવસે ગુર્જરેશ્વર આજ દરબારમાં પધારવાના હતા. થોડી વારમાં નેકી પોકરાઈ !
આજાનબાહુ મહારાજા સિદ્ધરાજ સામેથી આવતા દેખાયા. એમના મોં પર સિંહનું તેજ હતું. ચાલમાં હાથીનું ગૌરવ હતું. મલ્લવિઘાના આ અઠંગ ઉપાસક્નો દેહ પૂરેપૂરો ક્લાયેલો હતો.
“ઘણી ખમ્મા મહારાજ ને !' કરતોને આખો દરબાર ઊભો થઈ ગયો.
રાજાએ આવીનેં સિંહાસન પર સ્થાન લીધું. થોડી વાર આડીઅવળી વાતચીત કરી કહ્યું :
“સુણે સચિવજી માહરા, મમ રાજતણું વૃત્તાંત !
મુજ પ્રજા સુખી કે દુઃખી, કહોન આ વાર.” ૭૮ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org