________________
સંભળાય છે.’
શિવસિંહ ! તેં કંઈ તપાસ કરી ! તપાસ ર્યા વગર કોઈના માથે આળ ન મુકાય.’ રાજાએ જનમત જાણવા પ્રશ્ન ર્યો.
‘મહારાજાધિરાજ ! વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે ? ઉદ્ય મહેતા ૫૨ આ૫ના ચાર હાથ છે. જૈનોની બોલબાલા છે. મહારાજ, પેલી વ્હેવત છે ને ‘વાણિયા થારી વાણ, કોઈ નર જાણે નહિ ! પાણી પીઆ છાણ, લોહી અણછાણો પીએ. કીડીને બચાવે ને માણસને મારે એવા છે આ !'
‘આવી કહેવત તો દરેક કોમ માટે હોય છે. વળી એને બનાવનારા પણ આપણા જેવા કોક હશે ને ? માણસમાં જેમ ભલાઈ અને બુરાઈ હોય તેમ દરેક કોમમાં પણ ખામી અને ખૂબી હોય છે. વારુ, શિવસિંહ ! આ ખતીબને તારા રક્ષણમાં રાખ. હું કહું ત્યારે દરબારમાં હાજર કરજે.’
‘જેવો હુક્મ મહારાજ.'
હવે ચાલો નગર ભણી.’
ખતીબને સાથે લઈને બધા પાછા વળ્યા. રાજા સિદ્ધરાજ ઊંડા વિચારમાં પડી ગયો હતો.
કેટલીક વારે પાટણના કાંગરા દેખાયા. કુક્કુટજ આકાશમાં ઊડતો દેખાયો. નગરમાં પ્રવેશ કરતાં રાજાએ શું.
‘શિવસિંહ ! હું થાક્યો છું. વિશ્રામ લેવા ત્રણ દિવસ અંતઃપુરમાં રહીશ. મહામંત્રીને વાત કરજે. ખતીબ વિષે પણ કહેજે.'
‘જેવી આજ્ઞા’ શિવસિંહે ક્યું, અને ખતીબને લઈને એ પાસેની ગલીમાં વળી ગયો.
Jain Education International
For Private & Personal Use Only
નર કે વાનર ઃ ૭૭
www.jainelibrary.org