________________
“હા, જહાંપનાહ ?' એ માણસે ક્લબલી ભાષામાં જવાબ આપ્યો. તારું નામ શું ?”
ક્યુબઅલી.” ખંભાતમાં શું કરે છે ?' મસ્જિદનો ખતીબ (ઉપદેશક) છું.” અહીં શા માટે આવ્યો હતો ?”
હજૂર, અરજ ગુજારવા. પાટણના દરબારમાં ઘણા આંટા ખાધા, પણ મને કેઈએ પેસવા ન દીધો. હમ ગરીબોં ક નિ હૈ?” ખતીબે કહ્યું.
“ખંભાતમાં તેં તારી ફરિયાદ ન કરી ?'
“ના હજૂર ? મને સહુએ કહ્યું કે એ બધા અંદરથી મળેલા છે, તને ન્યાય નહિ મળે. સીધો પાટણ પહોંચ.”
અચ્છા ! તારી શું ફરિયાદ છે ?' રાજા સિદ્ધરાજે કહ્યું. એની મોટી-મોટી આંખોમાં હિંગળોની લાલાશ આવીને ભરાઈ હતી.
હજૂર, જાનની અમાનત મળે.' ખતીબે કહ્યું.
“રાજા સિદ્ધરાજના રાજમાં તારો વાળ પણ વાંકે નહિ થાય. અદલ ઇન્સાફ એ મારું વ્રત છે.”
હજૂર, એ જાણું છું. ગુજરાતના બાદશાહની એ આબરૂ મુલક મશહૂર છે. ગરીબનવાજ, ખંભાતના દરિયાકંઠે આવેલા એક પરામાં અમે રહીએ છીએ. ગાયમાંથી ઝઘડો જાગ્યો. ભારે તોફાન થયું. ૮૦ માણસો માર્યા ગયા. અમારાં ઘરબાર જલીને ખાખ થયાં. ઉપર આસમાન અને નીચે ધરતી રહી છે. મુસલમાનો આપની પાસે અદલ ઇન્સાફ માગે છે. અને ખતીબે પોતાની કમર પર રહેલો એક કાગળ ધર્યો. ખિચડિયા હિંદી ભાષામાં ન્યાય માગતી એ અરજી હતી. કવિતામાં હતી.
મેં હું મુસલમાં ખંભાત, ખતીબ મેરા નામ, આયા હું અરજ ગુજારને, સુનો ગરીબનવાજ !
નર કે વાનર
૭પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org