________________
હવે રાજા ચિડાયો. એ ધનુષબાણ લઈને ઊભો થયો. એક વાનરનું નિશાન લીધું.
પણ રાજાએ આ વખતે એક મોટું આશ્ચર્ય જોયું. કદી ન જોયેલો એવડો મોટો એક વાનર એની નજરે પડ્યો.
રાજાએ સાંભળ્યું હતું કે બીજા દેશોમાં બહુ મોટા વાનરો થાય છે, પણ ગુજરાતમાં તો આવા વાનરો દેખવા પણ મળતા નથી.
રાજાએ વાનર તરફ પોતાનું તીર તાક્યું. ત્યાં તો એ વાનર નીચે પડ્યો. વગર તીરે જાણે એ વીંધાઈ ગયો હતો. નીચે પડીને બે પળ એ તરફડ્યો. પછી બેઠો થઈ બે પગે અને બે હાથે ચાલતો રાજા પાસે આવ્યો.
રાજા સિદ્ધરાજ તો મરદ માનવી હતો. બીજો માણસ હોય તો ભૂતપ્રેતનાં ચરિતર માની જીવ લઈને ભાગે. પણ આ તો સિદ્ધરાજ ! ભૂતનોય ઘો ! એની મહાન માતાએ એને કદી કેઈથી ડરતાં શીખવેલું નહિ! ડરવું અને મરવું એક બરાબર !
રાજાએ ધનુષ-બાણ ખભે ભરાવી, કમર પરથી તલવાર ઢીલી કરી, અને બૂમ પાડી કહ્યું,
લેણ છે તું ? જલદી બોલ, નહિ તો આ તારી સગી નહિ થાય.' “માણસ”. પેલો વિચિત્ર વાનર બોલ્યો.
“માણસ હોય કે માણસનું મડું. પણ ત્યાં ઊભો રહી જા. જાણી લે કે હું સિદ્ધરાજ જયસિંહ છું.”
પેલો વિચિત્ર વાનર ત્યાં થંભી ગયો, ને પછી ઊભો થયો.
સિદ્ધરાજે જોયું કે એ ખરેખર માણસ હતો. એણે કમર પર લૂંગી વીંટી હતી. માથે એક કપડું બાંધ્યું હતું, નાની-નાની દાઢી હતી.
સિદ્ધરાજે પૂછ્યું.
ક્યાંનો છે તું ?' ખંભાતનો હજૂર ?'
તો તો મારી પ્રજા છે. જાતનો મુસલમાન લાગે છે ?” સિદ્ધરાજને પોતાની પ્રજા લાગતાં જરા લાગણીથી પૂછ્યું. ૭૪ ઉદા મહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org