________________
ઈ વડના લાલ-લાલ ટેટા તોડે. અડધા ખાય ને અડધા એકબીજા પર ઘા કરે.
વાનરોએ નીચે રાજાને જોયો. રાજા થયો તે શું શેર ઘી લાવ્યો ? વાનરોએ તો રજા પર એઠા ટેટાના ઘા કરવા માંડ્યા.
ટપક લઈને ટેટા માથા પર પડવા લાગ્યા. રાજા ઉપર જુએ એટલે વાનર સંતાઈ જાય.
રાજા આજુબાજુ જુએ એટલે વળી ઉપરથી ટપક લઈને ટેટો પડે. રાજા ઉપર જુએ એટલે વાનરભાઈ આઘાપાછા થઈ જાય.
રાજાય મોજીલો હતો, વાનર પણ મોજીલાં હતાં. બંનેને મનમોજ આવી.
આમ થોડીક વાર ચાલ્યું, ત્યાં તો એક વાનરે હાથી પર ઠેકડો માર્યો. ઠેકડો મારીને બરાબર હાથીની પીઠ પર ચડી બેઠો.
હાથીભાઈ સૂંઢ લંબાવે પણ ત્યાં ન પહોંચે. પૂંછડીની ઝાપટ મારે પણ વાનરભાઈ સલામત જગ્યાએ બેસી ગયેલા.
અને એક વાનરને ફાવ્યું, એટલે બીજું આવ્યું, ત્રીજું આવ્યું. આ ઉસ્તાદ પ્રાણીઓ એવી રીતે ખસી જાય કે હાથીની સૂંઢ એમને પહોંચી જ ન શકે.
રાજા સિદ્ધરાજને પણ આ જોવામાં મોજ આવી. એ થાક ભૂલી ગયો, તરત વીસરી ગયો, ભૂખ તો જાણે ભાગી ગઈ. . હાથી તો ડાહ્યું પ્રાણી. એ પણ મનમાં સમજી ગયો. ડાહ્યો થઈને ઊભો રહ્યો, એટલે વાંદરાં વધુ શૂરાતનમાં આવ્યાં.
એક ટેણક વાનરે જઈને હાથીભાઈના સૂપડા જેવા કાન ઝાલ્યા. મોઢેથી હાંક્તો હોય એવો હડહડહડ અવાજ ર્યો.
મોટા મનવાળા હાથીનો મિજાજ ગયો. અરે જે વાઘ, સિંહ અને દિપડાથી ન ડરે, એને આ ટેણિયું વાનર કનડે ! હાથી નીચે પડખું ફેરવી બધાંને ક્યડવા ગયો, કે હડૂડુ કરતાં પાછાં બધાં વાનર વડલા પર !
થોડી વાર બધાં ડાળ પર ડાહ્યાં થઈને બેઠાં, જાણે તોફાન શું, એ જાણતાં જ નથી. સાવ ડાહ્યાં ડમરાં ! પણ વળી ટેટા ખાઈને રજા પર ફેંક્વા માંડ્યાં.
નર કે વાનર છે ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org