________________
છે. સિંહણનાં દૂધ ધવડાવી સિંહ સરક્યો છે. દિકરો દુશ્મનની સામે સેનાની મોખરે ચાલે છે. પોતાની પાછળ સેનાને ચલાવે છે.
રાજા સિદ્ધરાજ જયસિંહના દરબારમાં બાપuદાના વારીના ડાહ્યા દિવાનો છે. પણ એ કારણે સિદ્ધરાજ મખમલ-મશરૂની તળાઈમાં પડી રહેતો
નથી.
જાતે રાજકાજ જુએ છે. જાતે ન્યાય તોળે છે. જાતે ફેંસલા પાડે છે.*
જરૂર પડે ત્યારે પોતાના ડાહ્યા વાનની સલાહ લે છે. બીજા રાજાઓની જેમ એ કાચા કાનનો નથી.
ગુજરાતના બે મુખ્ય ધર્મો : શૈવ અને જૈન. બંને દૂધ-પાણી જેવા છે. ઘરમાં બે ભાણાં હોય તો ખખડે, એમ લેઈ વાર આપસમાં ખખડે, પણ મતભેદ કરતાં મનમેળ વધુ છે.
સિદ્ધરાજ કહે “બને ધર્મી મારે મન મારી બે આંખ બરાબર. સહુ-સહુના ધર્મ પાળો. ખોટી ખટપટ ન કરશો.'
ગાય વાળે એ ગોવાળ. જે માણસજાતના મનનું ઘડતર કરે, ત્યાગ શીખવે, બલિદાન અપાવે, પરોપકાર ભણાવે એ ધર્મ મોટો.
પણ રાજકજ તો કલંદીના કળા ધરા જેવાં છે. ઘણાં ઊંડાં, ઘણાં કળાં, પત્તો જ ન લાગે. શ્રીકૃષ્ણ જેવો મહારથી એને નાથે તો નાથે. બાકી તો કાળીનાગની સેના ને જીતવા ન દે.
કેટલાક રાજકજને ચોપાટની રમત જેવાં કહે છે. ક્યારે કર્યું સોગઠું બળવાન થઈ કયા સોગઠાને ઉડાડી મૂકે એ કંઈ ન કહેવાય.
પાસા સવળા પડે કે અવળા તેના પર બધો આધાર.
કેઈની ચઢતી જોઈ બળનાર ઘણા હોય છે. ઘુવડ સૂરજનાં તેજ સાંખી ન શકે.
એક તો ખંભાત જેવું બંદર. એ બંદરના ઉદા મહેતા ધણીરણી. વળી જીવ ઉદાર. હાથ છૂટો. જે આવે એ ખંભાતના ઉદા મહેતાનાં બે મોઢે વખાણ કરે. * મહાન રાજા સિદ્ધરાજ વિષે રાણકદેવીને પરણવાની અને જસમા ઓડણની છેડતી કર્યાની વાતો જોડી કાઢેલી છે. ઇતિહાસથી બંને બનાવ ખોટા ઠર્યા છે.
નર કે વાનર ૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org