________________
‘આમાં કંઈ પરાયું ન માનશો. ધર્મના પ્રતાપથી આજ હું જે કંઈ છું, તે છું. તન, મન ને ધન ત્રણે ધર્મને અર્પણ છે.’
સાચો પ્રકાશ હમેશાં અજવાળું જ પેદ્ય કરે છે. ચાચના દિલમાં પણ ધર્મપ્રેમ જાગી ગયો. એણે કહ્યું .
મને ધન લઈ ધર્મ વેચનારો ન માનશો.’
‘તો ચાચ ! દીકરો લઈ જા, પણ આ મહાન બાળક્ને અમર બનાવ. એનાં તાર્યા આપણે તરશું, તારી બોતેર પેઢી તરી જશે.'
ઉદા મહેતાની બળવાન ભાષામાં આજીના સૂર હતા.
ચાચ બોલ્યો : ‘મારો પુત્ર-પ્રેમ ઘણો છે. પણ તમારો ધર્મપ્રેમ મહાન છે. ચંગો તમને અર્પણ !'
ચાચ ! મને અર્પણ ન કરીશ. મને અર્પણ કરવાથી એ મદારીના માંકડાની જેમ સબળા પાસે નાચતો રહેશે, અને નબળાને નચાવતો રહેશે. ગુરુજીને અર્પણ કર !'
ચાચે બાળક્ને ગુરુચરણે અર્પણ કર્યો.
ચંગો બાળક ચંગો નીક્ળ્યો.
વિદ્યા તો જાણે એના હૈયામાં બેઠી હતી. વૈરાગ્ય તો એની નસેનસમાં
હતો. તેજ એનું, તપ એનું, ભાષા એની, ભાવ એના.
એક દહાડો ખંભાતની ગલીએ ગલી મંગળ વાદ્યોથી ગૂંજી ઊઠી.
ચંગો સાધુ બન્યો.
નામ મુનિ સોમચંદ્ર રાખ્યું.
પણ એ પછીનો સોમચંદ્રનો ઇતિહાસ અદ્ભુત છે. એ સોમચંદ્રમાંથી જોતજોતામાં હેમચંદ્ર બન્યો.
એમાંથી આચાર્ય હેમચંદ્ર બન્યા.
ગુજરાતમાં સાહિત્ય ને સંસ્કારનાં જળ રેલાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
મહાન ભાગ્ય ૭૯
www.jainelibrary.org